બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

VTV / road accident news 75 thousand people lost their lives in 2020 due to high speed says ncrb data

અકસ્માત / સ્પીડની મજા બની મોતની સજા : સ્પીડના કારણે 2020માં 75 હજારથી પણ વધારે લોકોના મોત, 60 ટકા રોડ અકસ્માત ઓવર સ્પીડને કારણે

Dharmishtha

Last Updated: 08:11 AM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ઓવર સ્પીડના કારણે ગત વર્ષ રોડ અકસ્માતમાં 75,333 લોકોના મોત થયા છે.

  • 2019ની અપેક્ષા 2020માં રોડ અકસ્માતમાં મૃતકોની સંખ્યા 0.52થી ઘટીને 0.45 થઈ 
  • ગત વર્ષે તેજ સ્પીડને લીધે રોડ અકસ્માતમાં 75,333 લોકોના મોત 
  • તેજ સ્પીડને લીધે રોડ અકસ્માત 2 લાખ 9 હજાર 736 લોકો ઘાયલ થયા

2019ની અપેક્ષા 2020માં રોડ અકસ્માતમાં મૃતકોની સંખ્યા 0.52થી ઘટીને 0.45 થઈ 

ભારતમાં તેજ સ્પીડના કારણે ગત વર્ષ રોડ અકસ્માતમાં 75,333 લોકોના મોત થયા છે. જ્યારે 2 લાખ 9 હજાર 736 લોકો ઘાયલ થયા છે.  સરકારના તાજા આંકડા અનુસાર 3, 54, 796માંથી 2, 15, 159 રોડ દુર્ઘટના વાહનોની ઓવર સ્પીડ હોવાના કારણે થઈ છે. જે રોડ અકસ્માત 60 ટકા છે. એનસીઆરબીના વાર્ષિક રિપોર્ટ મુજબ 2019ની અપેક્ષા 2020માં રોડ અકસ્માતમાં મૃતકોની સંખ્યા 0.52થી ઘટીને 0.45 (પ્રતિ હજાર વાહન) થઈ ગઈ છે.  ત્યારે રોડ અકસ્માતમાં ઘટાડો આવ્યો છે. 2019માં 467171 રોડ અકસ્માત થયા જ્યારે 2020માં આ ઘટીને 368828 થઈ ગઈ. 2020માં રોડ અકસ્માતોમાં 146354 લોકોના મોત થઈ ગયા અને 336248 લોકો ઘાયલ થયા.

ઉત્તર પ્રદેશમાં પહેલી વાર રોડ અકસ્માતોમાં ઘટાડો

પહેલીવાર યુપીમાં રોડ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં 2020માં 30590 રોડ અકસ્માત થયા જ્યારે 2019માં આ સંખ્યા 42368 હતી. રોડ અકસ્માતોમાં ઘટાડાના મામલામાં પહેલા નંબર પર તમિલનાડુ છે. અહીં 2019માં 59499 ઘટના થઈ અને 2020માં ઘટી 46443 રહી ગયા. બીજા નંબર પર કેરળ છે અહીં 40354 થી ઘટી સંખ્યા 27998 પર પહોંચી ગઈ. એનસીઆરબીના રિપોર્ટ મુજબ 2020માં સૌથી વધારે દુર્ઘટના વાહનના ઓવર સ્પીડના કારણે થઈ છે. આ ઉપરાંત બેદરકારી અથવા ઓવર ટેકના કારણે 86248 રોડ અકસ્માત થયા છે.  જેમાં 35219 લોકોના મોત થયા અને 77067 લોકો ઘાયલ થયા છે.

ટુ વ્હીલર સવારના સૌથી વધારે મોત થયા 

2020માં કુલ રોડ અકસ્માતમાં સૌથી વધારે મોત 58120 (43 ટકા) ટુ વ્હીલરના થયા છે. ત્યારે કાર એક્સિડેન્ટમાં 17538 લોકો (13 ટકા) અને ટ્રક અકસ્માતમાં 16993 લોકો (12.8 ટકા) માર્યા ગયા છે. જેમાં મહારાષ્ટ્રમાં ટુ વ્હીલરથી 5877(10 ટકા) તો યુપીમાં 5735 (9 ટકા) લોકો માર્યા ગયા છે. કાર દુર્ઘટનઓમાં યુપી સૌથી આગળ છે. અહીં કુલ કાર ઘટનાઓ 17, 538માંથી 3190(18 ટકા) લોકોના મોત થયા છે.

પહેલી વાર મરનારની સંખ્યા ઘાયલોથી વધારે

રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો એ છે કે દર વર્ષે ઘાયલોની સંખ્યા વધારે હોય છે અને મરનારની ઓછી. પણ પહેલી વખત એવું થયું છે કે 3 રાજ્યોમાં રોડ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા ઘાયલોથી વધારે છે. મિઝોરમમાં 47 એક્સિડેન્ટમાં 53 લોકોના મોત થયા અને 45 ઘાયલ થયા છે. પંજાબમાં 5173 દુર્ઘટનાઓમાં 39 16 લોકોના મોત થયા અને 2881 ઘાયલ થયા છે.  ત્યારે ઉત્તર પ્રદેશમાં 28653  ઘટનામાં 19037 લોકોના મોત થયા જ્યારે 15982 લોકો ઘાયલ થયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

NCRB Road Accident high speed એનસીબી રોડ અકસ્માત હાઈ સ્પીડ Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ