road accident due to use of mobile phone shocking figure comes out as per this report
Road Accident /
મોબાઈલનો ઉપયોગ કરતા કરતા વાહન ચલાવનારા સાવધાન, જોઈ લો આવું કરવાથી કેટલાના થયા છે મોત
Team VTV08:12 PM, 27 May 22
| Updated: 08:17 PM, 27 May 22
દેશમાં રોડ અકસ્માત તો કેટલાય કારણોસર થતી હોય છે, તેમાંથી એક મુખ્ય કારણ મોબાઈલ ફોન પર વાતચીત કરતા કરતા ડ્રાઈવિંગ કરવું. ભારત સરકારે જે આંકડા આપ્યા છે, તે ચોંકાવનારા છે.
રોડ અકસ્માતના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
મોબાઈલનો ઉપયોગ કરતા કરતા વાહન ચલાવવું અત્યંત ખતરનાક
મોબાઈલના ઉપયોગ કરવાથી આટલા લોકોના થયા મોત
આપણે દેશમાં આમ જોવા જઈએ તો, રોડનું જબરદસ્ત નેટવર્ક ફેલાયેલું છે. સરકારના પ્રયત્નો રહે છે કે, ઝડપી ભારતીય રસ્તાઓ વિદેશ જેવા બની જાય. એટલા માટે પ્રયાસ થઈ રહ્યા છે, પણ આ બધાની વચ્ચે રોડ અકસ્માત પણ એક ચિંતાનો વિષય છે. દેશમાં મોટા ભાગે અકસ્માતના સમાચારો આવતા રહે છે. દારૂ પીને ગાડી ચલાવવાના કેસ ઉપરાંત મોબાઈલનો ઉપયોગ કરતા થતા અકસ્માતના કિસ્સાઓ વધવા લાગ્યા છે. તેમાંથી અમુક કિસ્સાઓ એવા પણ છે, જેમાં મોબાઈલનો ઉપયોગ કરતા કરતા વાહનો ચલાવતા હોય, જ્યારે અમુક કિસ્સા તો એવા પણ છે, જ્યાં મોબાઈલમાં વાત કરતા ચાલતા જતાં હોય અને અકસ્માત થઈ જાય.
દેશમાં દર ત્રીજું મોત નેશનલ હાઈવે કે એક્સપ્રેસ વે પર થાય છે. નવાઈની વાત એ છે કે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા મોટાભાગના યુવાનો છે. આ બાબતે નિષ્ણાતો કહે છે કે ,આ અકસ્માતોને અટકાવી શકાય છે, ખાસ કરીને મોબાઈલના ઉપયોગથી થતા રોડ અકસ્માતો. મોબાઈલ પર વાત કરતી વખતે, વાહન ચલાવતી વખતે ધ્યાન ઓછું થાય છે અને તેના કારણે ખતરો પણ વધી જાય છે. તેના પર જાતે જ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે અને હોશિયારીથી વાહન ચલાવતી વખતે કે રોડ ક્રોસ કરતી વખતે કે ચાલતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના આંકડા શું કહે છે ?
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેના આંકડા મુજબ મોબાઈલ ફોનના ઉપયોગને કારણે દર વર્ષે લગભગ 17,000 લોકો મૃત્યુ પામે છે. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. જો આ આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો વર્ષ 2018માં 17560 લોકો મોબાઈલનો ઉપયોગ કરતા હોવાના કારણે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. બીજી તરફ જો વર્ષ 2019ની વાત કરીએ તો 26.3 ટકા લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા, જ્યારે વર્ષ 2020માં 2697 લોકો માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. જો કે આમાં હિમાચલ પ્રદેશનો ડેટા આપવામાં આવ્યો નથી. તેમાંથી 5.2 લોકો એવા છે કે જેઓ નેશનલ હાઈવે પર મોબાઈલનો ઉપયોગ કરીને માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે.
આ ઉંમરના મોટાભાગના લોકો ભોગ બને છે
રિપોર્ટ અનુસાર 23 થી 35 વર્ષની વયના સૌથી વધુ યુવાનો રોડ અકસ્માતનો ભોગ બને છે. વર્ષ 2020 માં, આ વયના લગભગ 35 હજાર લોકો માર્ગ અકસ્માતોને કારણે મૃત્યુ પામ્યા છે. કેટલાક કિસ્સાઓમાં, ઓવર સ્પીડિંગને પણ કારણ માનવામાં આવે છે. આ બધા સિવાય, આ કારણોમાં દારૂ પીને ડ્રાઇવિંગ, રેડ લાઈટ જમ્પ પણ સામેલ છે.