બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આરના સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલ, પ્રોસ્ટેટના દર્દીઓ માટે સૌથી અદ્યતન એવી REZUME ટેક્નોલોજી લાવનાર ગુજરાતમાં સર્વપ્રથમ હોસ્પિટલ બની
Last Updated: 07:09 PM, 6 August 2024
આરના સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ ખાતે ઉંમરલાયક પુરુષોમાં જોવા મળતી પ્રોસ્ટેટની ગાંઠ(BPH)ની સારવાર માટે ક્રાંતિકારી ટેકનોલોજી REZUME ગુજરાતમાં સર્વપ્રથમવાર ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ BPH સ્થિતિ, સામાન્ય રીતે 50 વર્ષથી વધુ ઉંમરના પુરુષોને અસર કરે છે. જેમાં વધતી ઉંમર સાથે પ્રોસ્ટેટ ગ્રંથિનો પણ વધારો થાય છે. જેના કારણે પેશાબનો નબળો પ્રવાહ, તૂટક-તૂટક ટીપેટીપે મૂત્ર પ્રવાહ, પેશાબ કરતી વખતે દબાણ અથવા જોર લગાવવાની જરૂર પડવી, મૂત્રાશય અપૂર્ણ ખાલી થવું, વારંવાર પેશાબ કરવો અને Nocturia (પેશાબ કરવા માટે રાત્રે જાગવું) જેવા લક્ષણો જોવા મળે છે. આ સમસ્યા પ્રોસ્ટેટના દર્દીઓના જીવનની ગુણવત્તા પર પણ નોંધપાત્ર અસર કરતી હોય છે.
ADVERTISEMENT
પ્રોસ્ટેટની ગાંઠ(BPH), પ્રોસ્ટેટ ગ્રંથિના વધવાને કારણે થાય છે, જે મૂત્રમાર્ગને અવરોધે છે. આવી તકલીફ માટે દવાઓ અને પરંપરાગત એન્ડોસ્કોપિક સર્જીકલ વિકલ્પો ઉપલબ્ધ હોય છે, પરંતુ તે ઘણીવાર જાતીય સમસ્યા, પેશાબ લિકેજ અને રિકવરી માટે લાંબા સમય જેવી નોંધપાત્ર આડઅસર ઉપજાવે છે.
ADVERTISEMENT
RESUME ટેકનોલોજીમાં પેશાબનો અટકાવ કરતી પ્રોસ્ટેટની ગ્રંથિમાં પાણીની વરાળને ઇન્જેકટ કરવામાં આવે છે. જેના કારણે પ્રોસ્ટેટની ગ્રંથિના કોષ મૃત્યુ પામે છે અને પ્રોસ્ટેટની ગ્રંથિ સંકોચાઈ જાય છે જેના લીધે પેશાબનો અવરોધ દૂર થાય છે. આ મીનીમલી ઇન્વેસીવ સારવારને કારણે દર્દીઓનું પૌરુષત્વ, જાતીય આવેગ અથવા પેશાબના નિયંત્રણ પર કોઈ આડ અસર કર્યા વગર પેશાબના લક્ષણોમાં નોંધપાત્ર સુધારો થાય છે. ફક્ત 5 થી 7 મિનિટ ચાલતી આ ઝડપી પ્રક્રિયા માટે ન્યૂનતમ એનેસ્થેસિયાની જરૂર પડે છે અને દર્દીની ઓપરેશન બાદની રિકવરી ખૂબ જ ઝડપી અને કોમ્પ્લીકેશન રહિત હોય છે.
છેલ્લા 5-7 વર્ષથી વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ આ સારવાર ભારતમાં ડિસેમ્બર-2023 માં લોન્ચ કરવામાં આવેલ છે. આ પ્રક્રિયા કરનાર ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં બીજા યુરોલોજિસ્ટ તેમજ આરના સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલના ચેરમેન અને ચીફ યુરોલોજિસ્ટ ડો. રોહિત જોશીએ જણાવ્યું હતું કે, "રેઝમ ટેક્નોલોજી ઇન્સ્ટોલ કરનાર ગુજરાતની પ્રથમ હોસ્પિટલ બનવાનો અમને ગર્વ છે. રાજ્યમાં રેઝમ ટેક્નોલૉજી ક્ષેત્રે અગ્રેસર હોવું, એ અમારા દર્દીઓને અદ્યતન મેડીકલ ટેકનોલોજી સાથે ઉચ્ચ ગુણવત્તાની સંભાળ પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અત્યાર સુધી REZUME ટેકનોલોજીથી અમે ઘણા દર્દીઓની સારવાર સફળતાપૂર્વક કરી છે અને જેના સારા પરિણામ પણ મેળવ્યાં છે. નોંધનીય બાબત એ છે કે, પ્રોસ્ટેટના દર્દીઓ માટે બીજી એક અદ્યતન સારવાર Prostatic Urethral Lift સૌપ્રથમ ગુજરાતમાં કરનાર પણ ડો. રોહિત જોશી હતા કે જેઓ તે પદ્ધતિ માટે સમગ્ર ભારતમાં સૌથી વધુ અનુભવ ધરાવે છે.
REZUME થેરેપી પ્રોસ્ટેટના બે પ્રકારના દર્દીઓ માટે સૌથી વધારે લાભદાયી છે. પ્રથમ પ્રકારમાં એવાં દર્દીઓ છે જે જેઓ પરંપરાગત એન્ડોસ્કોપીક સર્જરીની આડઅસરને લઈને સારવાર ટાળે છે અથવા ઓછામાં ઓછો સમય હોસ્પિટલમાં ગાળાવા સાથે ઝડપી રિકવરી ઇચ્છે છે. બીજો પ્રકારમાં વૃદ્ધ અને હાઈ રિસ્ક ધરાવતા દર્દીઓ છે કે જેમના માટે આ પ્રક્રિયા નજીવા જોખમો સાથે ન્યૂનતમ એનેસ્થેસિયા સાથે કરી શકાય છે.
આ પણ વાંચો: અમિત ચાવડાનો મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષને પત્ર, વિધાનસભા સત્ર બોલાવવા કરી માગ
વર્ષ 2013 માં સ્થપાયેલી, આરના સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદમાં એક અગ્રણી હેલ્થકેર સર્વિસ પ્રદાતા બની ગઈ છે, જેની સુવિધાઓ પાલડી અને મણિનગર બંને જગ્યાએ ઉપલબ્ધ છે. બંને હોસ્પિટલોમાં 50 બેડ્સ છે અને તે અત્યાધુનિક સુવિધાઓ અને ટેકનોલોજીથી સજ્જ છે, જે એક છત નીચે વ્યાપક હેલ્થકેર સર્વિસ પ્રદાન કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.