RMC gift to women free travel on bhaibeej Diwali 2019
દિવાળી ભેટ /
રાજકોટમાં મનપાની ભાઈબીજની અનોખી ભેટ- મહિલાઓ આ દિવસે BRTSમાં મફત મુસાફરી કરી શકશે
Team VTV03:47 PM, 26 Oct 19
| Updated: 04:11 PM, 26 Oct 19
રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશને દિવાળીમાં રાજકોટની મહિલાઓ માટે એક અનોખી ભેટ આપી છે. ભાઈબીજને દિવસે મહિલાઓ રાજકોટની સિટી બસ અને BRTS બસમાં મફત મુસાફરી કરી શકશે.
રાજકોટ મનપાની મહિલાઓને ભાઈબીજની ભેટ
ભાઈબીજના દિવસે મહિલાઓને નહી લેવી પડે ટિકિટ
સીટી બસ તેમજ BRTSમાં કરી શકશે ફ્રીમાં મુસાફરી
દિવાળી તાકડે મ્યુનિસિપલ કોર્પોરેશને એક અનોખી પહેલ કરી છે. દિવાળી તાકડે સૌ કોઈ એક બીજાને ભેટ સૌગાદો આપતા હોય છે ત્યારે સતત રાજકોટ મનપાએ પણ ભેટ આપવાનું નક્કી કર્યુ છે. રાજકોટની મહિલાઓને આ દિવસે એક મસ્ત મજાની ગીફ્ટ મળશે.
દિવાળીના તહેવારની ત્રીજા દિવસ એટલે કે, ભાઈબીજના રોજ રાજકોટ મનપા દ્વારા મહિલાઓને ભેટ આપવામાં આવી છે. ભાઈબીજના દિવસે મહિલાઓને ટિકિટ લેવી નહી પડે. સિટી બસ અને BRTS બસમાં એક દિવસ માટે મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરી શકશે