બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / યુઝવેન્દ્ર ચહલ સાથે રિલેશનશીપમાં છે RJ મહવશ? ધનશ્રી સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે કર્યો ખુલાસો
Last Updated: 10:01 PM, 10 January 2025
આરજે મહવશ તાજેતરમાં એક વાયરલ ફોટોને કારણે ચર્ચામાં આવી હતી જેમાં તે ક્રિસમસની ઉજવણીમાં ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે જોવા મળી હતી. યુઝવેન્દ્ર અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડાની અફવાઓ ફેલાતા સોશિયલ મીડિયા યુઝર્સે મહવશ અને ચહલ વચ્ચેના સંબંધો વિશે વિવિધ અટકળો લગાવી. હવે આરજે મહવાશે આ અફવાઓ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
ADVERTISEMENT
મહવશે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક નોંધ શેર કરી જેમાં તેણીએ ટ્રોલર્સને ચેતવણી આપી અને કહ્યું કે આ અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી છે. તેણીએ લખ્યું, ઇન્ટરનેટ પર કેટલાક લેખો અને અફવાઓ ફરતી થઈ રહી છે અને તે જોઈને ખરેખર રમુજી લાગે છે કે તે કેટલા પાયાવિહોણા છે. જો તમને કોઈ વ્યક્તિ સાથે જોવા મળે છે, તો શું તેનો અર્થ એ છે કે તમે તેમને ડેટ કરી રહ્યા છો? માફ કરશો આ ક્યુ વર્ષ છે ? અને તમે કેટલા લોકોને ડેટ કરી રહ્યા છો? મહવશે આગળ કહ્યું, હું 2-3 દિવસ સુધી શાંત હતી પણ હવે હું નથી ઇચ્છતી કે કોઈ પીઆર ટીમ મારી છબી ખરાબ કરવા માટે ઉપયોગમાં લેવાય. લોકોએ મુશ્કેલ સમયમાં પોતાના મિત્રો અને પરિવાર સાથે શાંતિથી રહેવાની તક મળવી જોઈએ.
ADVERTISEMENT
વધુ વાંચો : 'સત્ય હોય પણ ખરું અને ન પણ' ધનશ્રી સાથે તલાકની ચર્ચા વચ્ચે ચહલે લખી લાંબી લચક પોસ્ટ
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચેના સંબંધોમાં તણાવની અફવાઓ આ મહિને ફેલાવા લાગી, જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સે જોયું કે બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. જોકે, બંનેએ આ અંગે મૌન ધારણ કર્યું છે. ધનશ્રીએ એક નોંધ પણ શેર કરી જેમાં તેણીએ અફવાઓને પાયાવિહોણી ગણાવી અને કહ્યું કે તેણીનું મૌન નબળાઈની નહીં પણ શક્તિની નિશાની છે. તમને એ પણ જણાવી દઈએ કે આ દિવસોમાં ધનશ્રી વર્માનું નામ કોરિયોગ્રાફર પ્રતીક ઉતેકર સાથે જોડાઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.