River cruise restaurant ready at Ahmedabad's Sabarmati Riverfront
SHORT & SIMPLE /
અમદાવાદીઓ તૈયાર થઈ જાઓ! તમારા ફેવરિટ રિવરફ્રન્ટ પર આવી રહી છે ક્રૂઝ રેસ્ટોરન્ટ, મ્યુઝિકની માણી શકાશે મજા
Team VTV09:36 AM, 26 Mar 23
| Updated: 09:37 AM, 26 Mar 23
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વધુ એક નવું નજરાણુ ઉમેરાશે. એપ્રિલના બીજા અઠવાડિયાથી રિવરફ્રન્ટ પર રિવરક્રુઝ રેસ્ટોરન્ટ શરું થઈ જશે. આ રેસ્ટોરન્ટનું 80% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે
રિવર ક્રૂઝ રેસ્ટોરન્ટની તૈયારી
રેસ્ટોરન્ટની કામગીરી 80% પૂર્ણ
માત્ર ડેકોરેશનની કામગીરી બાકી
અમદાવાદીઓ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે ટૂંક જ સમયમાં અમદાવાદ સાબરમતી નદીમાં વધુ એક નજરાણું ઉમેરાશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવર ક્રૂઝ રેસ્ટોરન્ટ તૈયાર થવા આવી છે. એપ્રિલના બીજા અઠવાડિયાથી રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝ રેસ્ટોરન્ટ શરૂ કરાશે.
જુદા-જુદા ચાર્જ નક્કી કરાશે
રિવર ક્રૂઝ રેસ્ટોરન્ટની કામગીરી 80% પૂર્ણ થઈ ચૂકી છે. આ રેસ્ટોરન્ટમાં માત્ર ડેકોરેશનની કામગીરી જ બાકી છે. રેસ્ટોરન્ટ શરૂ થયા બાદ મુલાકાતીઓ મ્યુઝિકલ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની પણ મજા માણી શકશે. 125થી 150 લોકો રિવર ક્રૂઝની મુલાકાત લઇ શકશે. અલગ-અલગ સેવાઓના જુદા-જુદા ચાર્જ નક્કી કરવામાં આવશે. આ ક્રુઝ સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ તરીકે સેવા આપશે.