Rising monkeypox First case reported in UAE, so far in 20 countries
ફફડાટ /
Monkeypox નો વધતો કહેર: UAEમાં પણ નોંધાયો પહેલો કેસ, અત્યાર સુધીમાં 20 દેશોમાં પગપેસારો
Team VTV10:40 AM, 25 May 22
| Updated: 10:40 AM, 25 May 22
મંકીપોક્સના કેસો દુનિયાભરમાં ઝડપથી વધી રહ્યાં છે.ત્યારે UAEમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાઈ ચુક્યો છે.
મંકીપોક્સના કેસો દુનિયાભરમાં ઝડપથી વધી રહ્યાં છે
UAEના માં નોંધાયો મંકી પોક્સનો પ્રથમ કેસ નોધાયો
ઈઝરાયેલમાં પણ મંકીપોક્સની પુષ્ટિ થઈ
સંયુક્ત આરબ અમિરાતમાં મંગળવારે મંકીપોક્સનો પ્રથમ કેસ નોધાઈ ચુક્યો છે. હેલ્થ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, પશ્ચિમ આફ્રિકાથી આવેલી એક મહિલાને મંકીપોક્સ થયો હોવાની જાણકારી આપી હતી. WHOના જણાવ્યા અનુસાર, દુનિયાના 20 દેશોમાં 100થી વધુ મંકીપોક્સના કેસો મળી ચુક્યાં છે.
— وزارة الصحة ووقاية المجتمع - MOHAP UAE (@mohapuae) May 24, 2022
UAEના માં નોંધાયો મંકી પોક્સનો પ્રથમ કેસ નોધાયો
જો કે, UAEના સ્વાસ્થ્ય પ્રશાસનની તરફથી દર્દી અંગે વધુ કોઈ જાણકારી આપવામાં આવી નથી. જો કે, પ્રશાસનની તરફથી જણાવવામાં આવ્યું હતું કે, સંક્રમિત મહિલાના કોન્ટેકમાં આવેલા લોકોનું પરીક્ષણ ચાલી રહ્યું છે. આ સાથે તેને લઈને દરેક જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે જે મંકીપોક્સના સંક્રમણને અટકાવી શકે અને એટલું જ નહીં. UAE પ્રશાસન દ્વારા એ પણ જણાવવામાં નથી આવ્યું કે, કેસ ક્યાં નોધાયો છે.
ઈઝરાયેલમાં પણ મંકીપોક્સની પુષ્ટિ થઈ
મંકીપોક્સના કેસો દુનિયાભરમાં ઝડપથી વધી રહ્યાં છે. આ સપ્તાહમાં ઈઝરાયલમાં પણ મંકી પોક્સના કેસની પુષ્ટી થઈ હતી. મંકીપોક્સના કેસો પહેલા માત્ર મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના લોકોમાં જોવા મળતો હતો. પરંતુ હવે તે બ્રિટેન, સ્પેન, પોર્ટુગલ, ઈટલી, યુએસ, સ્વીડન અને કેનેડામાં પણ સંક્રમણની પુષ્ટી થઈ છે. અહીંયા મોટા ભાગના કેસો યુવાનોમાં મળ્યાં છે. ખાસ વાત તો એ છે કે, જેમાંથી એક પણ લોકોએ અફ્રીકાની યાત્રા નથી કરી. આ વાયરસ પ્રાઈમેટ્સ અને અન્ય જંગલી જાનવરોમાં ઉત્પન્ન થાય છે. સંક્રમિત દર્દીઓમાં તાવ, શરીરમાં દર્દ, ઠંડી લાગવી અને થાકના લક્ષણો દેખાઈ છે.
મંકી પોક્સ એક દુર્લભ અને ગંભીર વાયરલ બીમારી છે.
ફ્લૂ જેવી બીમારી છે જેમાં લિમ્ફ નોડ્સમાં સોજો આવે છે.
ચહેરા અને શરીર પર દાણા દાણા જેવું જોવા મળે છે
સંક્રમણ 2થી 4 અઠવાડિયા સુધી ચાલે છે
આ વાયરસ લોકોમાં સરળતાથી નથી ફેલાતો
દર્દીના શરીરના પ્રવાહી કે મંકીપોક્સના જખમના સંપર્કથી ફેલાય છે.
વાંદરાઓ, ઉંદરો અને ખિસકોલી જેવા ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્કથી ફેલાઇ શકે છે.
વાયરસથી દૂષિત વસ્તુઓ, જેમ કે પથારી અને કપડાંના સંપર્ક દ્વારા પણ ફેલાય છે.
કેવા હોય છે લક્ષણો?
તાવ, માથાનો દુઃખાવો, સોજા, પીઠ દર્દ, માંસપેશીઓમાં દુઃખાવો થાય છે
એકવાર તાવ ઉતરી જાય પછી આખા શરીરમાં ફોલ્લીઓ થાય છે.
ચહેરા પર ફોલ્લીઓ થવાની શરુઆત થાય છે.
સામાન્ય રીતે હાથની હથેળીઓ અને પગના તળિયામાં ફોલ્લીઓ જોવા મળે છે.
ફોલ્લીઓને કારણે ખંજવાળ પણ વધારે આવે છે.
ધીરે ધીરે ફોલ્લીઓ સુકાઇ જતા પોપડાની જેમ ખરી પડે છે અને ડાઘ પડે છએ.
14થી 21 દિવસ સુધી આ ચેપ જોવા મળે છે.