બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'વિદ્યાર્થીઓને અન્યાય ન થાય...', નર્સિંગ પરીક્ષાના વિવાદ પર ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

પ્રતિક્રિયા / 'વિદ્યાર્થીઓને અન્યાય ન થાય...', નર્સિંગ પરીક્ષાના વિવાદ પર ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

Last Updated: 02:44 PM, 13 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્સિંગ પરીક્ષાના વિવાદને લઈને ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થવા પામ્યો છે. ત્યારે આ ઘટનાને લઇ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે.

સમગ્ર વિવાદને લઇ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે રીતે નિર્ણય કરવામાં આવશે. આ ઘટનાનો 2 થી 3 દિવસમાં નિર્ણય કરવામાં આવશે. મળતી માહિતી મુજબ એબીસીડીની પેટર્ન કોન્સ્પિરસી સર્જાઈ છે. જેમાં વિદ્યાર્થીઓના માર્ક ચકાસી રહ્યા છે. ત્યારે તમામાં પાસાઓ પર તપાસ બાદ આખરી નિર્ણય થશે.

શું હતી ઘટના

પરીક્ષાના 4 પેપર સીટની આન્સર કીમાં ક્રમબદ્ધ ABCD ના જ જવાબ હતા. ઉલ્લેખનિય છે કે સ્ટાફ નર્સની 1903 જગ્યા માટે રવિવારે પરીક્ષા લેવાઈ હતી. જેમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને પરીક્ષાની જવાબદારી સોંપાઈ હતી. પરીક્ષામાં ભરતી માટે આરોગ્ય કમિશનરે GTU ને પરીક્ષાનું જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે પરીક્ષા બાદ આન્સર-કી જાહેર થતાં ભરતીમાં કૌભાંડની આશંકા સામે આવી છે. વધુ મળતી માહિતી મુજબ સામાન્ય રીતે પેપર સેટ બદલાય તો સાચા જવાબ અને વિકલ્પનો નંબર પણ બદલાતો હોય છે. ત્યારે તમામ ચાર પેપર સીટમાં ક્રમબદ્ધ ABCD ના જવાબ હોવાથી પરીક્ષા કૌભાંડ થયું હોવાનું સામે આવતા પોતાના મળતિયાઓને ગોઠવવા માટે આ રીતનું સેટિંગ કરવામાં આવ્યું હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે.

GTU ના રજીસ્ટ્રારનો ખુલાસો

સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં કૌભાંડ થયાની આશંકા સામે આવી છે. જેમં આન્સર-કીમાં તમામ પ્રશ્નોના જવાબો ક્રમબદ્ધ ABCDમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે તમામ આન્સર કીમાં ક્રમબદ્ધ ABCD જવાબથી ભરતી પરીક્ષા શંકાના દાયરામાં આવી છે ત્યારે સમગ્ર ઘટનાને લઇ GTU ના રજીસ્ટ્રાર ડૉ. કે.એન.ખેરનો મોટો ખુલાસો સામે આવ્યો હતો. જેમાં પેપર સેટ કરનાર સિકવન્સ સેટ કરવાનું ભૂલી ગયા હોવાનો GTUના રજીસ્ટ્રારે ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત કેડરના બે IAS અધિકારીની LBSNAA સિવિલ સર્વિસીઝ ટ્રેનિંગ સેન્ટર ખાતે બદલી

તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે પેપર સેટ કરનારે સિકવન્સ સેટ કરવાનું ભૂલી ગયા હતા. યુનિવર્સિટીને ટ્રેક રેકોર્ડ પ્રમાણે પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. દરેક કીને વધારે મહત્ત્વ ન અપાય અને તે માટે ABCD પ્રમાણે જવાબ સેટ કરવામાં આવ્યા હતા. પરંતુ ABCD સિકવન્સ સેટ કર્યા બાદ પેપર સેટ કરનાર સિકવન્સ સેટ કરવાનું ભૂલી ગયા હતા. જોકે જવાબ ખાનગી રાખવાના હોવાથી જેની વિગત યુનિવર્સીટી પાસે હોતી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health Minister Rishikesh Patel Staff Nurse Recruitment Staff Nurse Recruitment Exam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ