બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / rishi sunak is one of the richest in uk

ભારતપુત્ર / ઋષિ સુનક અઢળક સંપત્તિના છે માલિક, 4 મકાનની સાથે દંપત્તિ પાસે છે અબજો રૂપિયા

Vaidehi

Last Updated: 02:21 PM, 25 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય મૂળનાં ઋષિ સુનક બ્રિટનનાં પ્રધાનમંત્રી આવાસ 10 - ડાઉનિંગ સ્ટ્રીટમાં પહોંચશે કારણકે તેમને બ્રિટનનાં નવા પ્રધાનમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. પોતાની આ ઉપલબ્ધિ સિવાય સુનકની સંપત્તિ વિેશે પણ ખુબ ચર્ચા ચાલી રહી છે. તેમની પત્ની અક્ષતા મૂર્તિ યૂરોપની સૌથી ધનિક મહિલાઓમાંની એક છે.

  • ઋષિ સુનક છે અઢળક સંપત્તિના માલિક
  • આશરે 730 મિલિયન પાઉન્ડના માલિક
  • 4 ઘરની સાથે અબજો રૂપિયાની મેળવે છે સેલેરી

ભારતના સંતાન એવા ઋષિ સુનક બ્રિટનનાં પ્રધાનમંત્રી પદે આવી ગયાં છે. તે ભારતનાં પહેલા સંતાન છે જે બ્રિટનનાં પ્રધાનમંત્રી પદે પહોંચ્યા છે. સુનક રાજનિતી સિવાય પોતાની સંપત્તિને લઇને ખુબ ચર્ચામાં છે. તે ઇનફોસિસના સહ-સંસ્થાપક એન આર નારાયણન મૂર્તિની દિકરી અક્ષતા મૂર્તિ સાથે પરણ્યાં છે. આ વર્ષની સંડે ટાઇમ્સની રિચ લિસ્ટમાં તે યૂકેમાં સૌથી વધુ ધની 250 લોકોની લિસ્ટમાં 222માં સ્થાને છે. દંપત્તિ આશરે 730 મિલિયન પાઉન્ડના માલિક છે .

સુનકના 4 ઘર છે
સુનકને હાઉસ ઓફ કોમન્સમાં સૌથી અમીર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. સુનક અને અક્ષિતા પાસે એક અહેવાલ અનુસાર 15 મિલિયન પાઉન્ડની અચળ સંપત્તિ છે. આ કપલ પાસે 4 ઘર છે. 2 લંડનમાં, એક યોર્કશાયરમાં અને એક લોસ એન્જિલોસમાં. કેસિંગ્ટનમાં 5 બેડરૂમવાળા ઘર છે જેની કિંમત 7 મિલિયન પાઉન્ડ છે. આ 4 માળનાં ઘરમાં એક ગાર્ડન પણ છે. 

લંડનના ઓલ્ડ બ્રોન્પ્ટન રોડ પર તેમનું બીજું ઘર છે. યોર્કશાયરમાં દંપતિ પાસે એક ગ્રેડ-2 લિસ્ટેડ જોર્જિયાઇ હવેલી છે. જે 12 એકરમાં ફેલાયેલી છે અને તેમાં ડેકોરેટીવ ઝરણું પણ છે. આ સિવાય કેલિફોર્નિયામાં એક પેન્ટહાઉસ છે.

સુનકની સેલેરી કેટલી છે?
ચાંસેલરની પોસ્ટ પર સુનકનું સરકારી વેતન 1,51,649 પાઉન્ડ હતું. જો કે હવે પ્રધાનમંત્રી બન્યા બાદ તેમની સેલેરી વધી જશે. રિપોર્ટ અનુસાર 2022માં બ્રિટનનાં પ્રધાનમંત્રીનું કુલ વેતન 1,61,401 પાઉન્ડ છે. આ રકમ પ્રધાનમંત્રી અને સાંસદની સેલેરીને મળાવીને છે. આવી રીતે પ્રધાનમંત્રીને 79,496 પાઉન્ડ અને બાકીની રકમ સાંસદના રૂપમાં તેમને મળશે. 

રાજનીતિમાં આવ્યાં પહેલા સુનકની કહાણી
રાજનીતિમાં આવ્યાં પહેલા સુનક 2001 થી 2004માં નિવેશ બેંક, ગોલ્ડમેન સેકસના વિશ્લેશક હતાં અને ત્યારબાદ બે હેજ ફંડમાં ભાગીદાર હતાં. જો કે તેમની મોટા ભાગની સંપત્તિ અક્ષિતા સાથેના લગ્ન બાદની છે. અક્ષિતા પાસે ઇન્ફોસિસમાં 690 મિલિયન પાઉન્ડની 0.93% પાર્ટનરશિપ છે. 

ભારત સાથે સુનકના સંબંધ
ઋષિ સુનકનો જન્મ 12 મે, 1980માં બ્રિટનમાં થયો  હતો. ઋષિના પિતા ડોક્ટર અને માતા એક દવાખાનું ચલાવતી હતી. ઋષિ સુનકનાં દાદા-દાદીનો જન્મ પંજાબ પ્રાંતમાં થયો હતો અને ઋષિના પિતાનો જન્મ કેન્યા અને માતાનો જન્મ તંજાનિયામાં થયો હતો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Britain income richest rishi sunak ઋષિ સુનક બ્રિટન britain pm
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ