બ્રિટનના કન્ઝર્વેટીવ પાર્ટીના નેતા અને ભારતવંશી ઋષિ સુનકે ફરી વાર પીએમની ચૂંટણી લડવાનું એલાન કર્યું છે.
બ્રિટનના લિઝ ટ્રસના રાજીનામા બાદ નવા પીએમની ચૂંટણી
ભારતવંશી ઋષિ સુનકે ફરી ઝૂકાવ્યું ચૂંટણીમાં
પીએમની ચૂંટણી લડવાની કરી જાહેરાત
બ્રિટનના કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનકે ફરી એકવાર વડાપ્રધાનની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સુનકે ટ્વિટ કરીને જણાવ્યું કે હું કન્ઝર્વેટીવ પાર્ટીના નેતા તરીકે પીએમની ચૂંટણી લડી રહ્યો છું અને તમારો પ્રધાનમંત્રી છું.
યુકેની અર્થવ્યવસ્થા સુધારવા માગું છું
સુનકે કહ્યું કે તેઓ યુકેની અર્થવ્યવસ્થાને સુધારવા માંગે છે, પાર્ટીને એક કરવા માંગે છે અને દેશ માટે કંઇક કરવા માંગે છે, તેથી તેઓ ચૂંટણીમાં પીએમ બનવા માટે ઉભા રહ્યાં છે. બ્રિટનમાં ઋષિ સુનકને પીએમની ગાદી હાથ આવે તેવી પ્રબળ સંભાવના ઊભી થઈ છે. બોરિસ જોન્સનના રાજીનામા બાદ ટોર લીડરશીપની ચૂંટણીમાં વિજેતા બનીને પીએમ બન્યાંના 45 દિવસમાં લીઝ ટ્રસે રાજીનામું ધરી દેતા હવે ફરી વાર પીએમનો ચહેરો શોધાઈ રહ્યો છે અને આવી સ્થિતિમાં હવે ફરી વાર ભારતવંશી ઋષિ સુનકની પીએમ પદની દાવેદારી પ્રબળ બની છે, પહેલી વાર પણ લીઝ ટ્રસ સામે સુનક ચૂંટણી હાર્યાં હતા પરંતુ આ વખતે તેમની પ્રબળ સંભાવના છે અને તે માટેનું પહેલું પગલું ભરાઈ ગયું છે.
The United Kingdom | "I am standing to be Leader of the Conservative Party and your next Prime Minister," states Former British Finance Minister Rishi Sunak.
પાર્ટી લીડરશીપની નવી રેસમાં મેળવી પહેલી લીડ
બ્રિટીશ કન્ઝર્વેટિવ પાર્ટીના રાજકારણી ભારતવંશી ઋષિ સુનકે પાર્ટીના નેતૃત્વ માટેની નવીનતમ રેસમાં પ્રારંભિક લીડ લીધી છે. તેઓ 100થી વધુ સાંસદોના સમર્થનથી પ્રથમ દાવેદાર બન્યા હતા.
100 સાંસદોના સમર્થનની જરૂર
એક ઉમેદવારને રેસમાં રહેવા માટે 100 સાંસદોના સમર્થનની જરૂર હોય છે. જો કે, હજી સુધી તેમણે સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવી નથી પરંતુ 100 સાંસદો તેમને ટોરી લીડરશીપના નેતા બનાવવા આતુર છે.
પેની મોર્ડનન્ટે ઉમેદવારીની જાહેરાત કરી
આ દરમિયાન રૂઢિચુસ્ત સાંસદ પેની મોર્ડન્ટ એકમાત્ર એવા નેતા છે જેમણે શનિવારે મોડી રાત સુધીમાં તેમની ઉમેદવારીની ઔપચારિક જાહેરાત કરી હતી.
28 ઓક્ટોબરે મળશે નવા પ્રધાનમંત્રી
બ્રિટનમાં સોમવારે વડાપ્રધાન પદ માટે મતદાન યોજાશે અને 28 ઓક્ટોબરે પરિણામ જાહેર થઈ જશે. યુગોવના એક પોલમાં બતાવવામાં આવ્યું છે કે બ્રિટનમાં પાંચમાંથી ત્રણ મતદારો વહેલી સામાન્ય ચૂંટણી ઇચ્છે છે જ્યારે 50 ટકાથી વધુ પૂર્વ પીએમ જોનસનને પીએમ તરીકે જોવા માગતા નથી.