ટીમ ઇન્ડિયાના આ ક્રિકેટરે કર્યા મોડલ તેમ જ ફેશન ડિઝાઈનર સાથે લગ્ન

By : juhiparikh 01:25 PM, 14 February 2019 | Updated : 01:25 PM, 14 February 2019
ભારતીય ક્રિકેટર ઋષિ ધવને ફેશન ડિઝાઇનર દીપાલી ચૌહાણ સાથે લગ્ન કરી લીધાં છે. દીપાલી મોડલ રહી ચૂકી છે. દીપાલી પણ ધવનની જેમ હિમાચલ પ્રદેશની રહેનારી છે. લગ્નવિધિ હિમાચલમાં યોજાઈ હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Let’s start the 2nd innings 🥰 @deepz_chauhan05 ❤️😘💋

A post shared by Rishi Dhawan (@rishidhawan19) on


ઋૃષિ ધવન ટીમ ઈન્ડિયા તરફથી રમી ચૂક્યો છે. તે હિમાચલની રણજી ટીમની સાથે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ, કોલકત્તા નાઇટ રાઇડર્સ, કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી પણ રમી  ચૂક્યો છે. 

લગ્ન સમારોહમાં નજીકના મિત્રો અને સંબંધીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઋષિ ધવનના પ્રેમની શરૂઆત આઠ વર્ષ પહેલા થઈ હતી. 19 ફેબ્રુઆરી, 1990ના રોજ હિમાચલ પ્રદેશના મંડીમાં જન્મેલા ઋષિ ધવન આશરે આઠ વર્ષ પહેલાં મિકાસિંહના કાર્યક્રમમાં ગયો હતો. એ કાર્યક્રમમાં દીપાલી ચૌહાણ પણ ત્યાં આવી હતી. આ દરમિયાન બન્નેની મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ પ્રાંગર્યો હતો. ઋષિની ઉંમર એ સમયે માત્ર 20 વર્ષની હતી. દીપાલી ફેશન ડિઝાઇનર છે. તે મોડલ પણ રહી ચૂકી છે. 

 

લગ્ન કર્યા બાદ ઋષિ ધવને ઘણી તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે લખ્યું છે, ''અંતે એ દિવસ આવી ગયો, જ્યારે મેં સુંદર યુવતી સાથે લગ્ન કરી લીધાં છે. દીપાલી, હું તને ઘણો પ્રેમ કરીશ.''Recent Story

Popular Story