બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / વીડિયોઝ / Cricket / 'પોતાના પગ પર ઉભો થયો પણ હજુ ઈન્ડિયા માટે ફરી..' ઋષભ પંતનો જોશીલો Video
Last Updated: 11:16 PM, 28 May 2024
બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના વિકેટકીપર ઋષભ પંતનો એક વીડિયો શેર કર્યો છે, જે જોઈને તમને ચોક્કસ આશ્ચર્ય થશે. આ વીડિયોમાં પંત ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતાડવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યો છે. ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમવાની છે.
ADVERTISEMENT
ભારતમાં આઇપીએલ સીઝન પુરી થઇ ચુકી છે. હવે ટીમ ઇન્ડિયા ટી20 વર્લ્ડકપ રમવા વિદેશની ધરતી પર ઉતરી છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂયોર્કમાં પહોચી ચુકી છે. ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2024માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે અને ત્યાર બાદ ટીમ ઈન્ડિયાનો મુકાબલો ન્યૂયોર્કમાં જ પાકિસ્તાન સામે થશે. જો કે T20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા BCCIએ ઋષભ પંતનો એક વીડિયો શેર કર્યો છે જે ક્રિકેટ પ્રેમીઓને હચમચાવી મુકશે. 40 સેકન્ડના આ વીડિયોમાં ઋષભ પંત T20 વર્લ્ડ કપમાં સારા પ્રદર્શન માટે પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી રહ્યો છે.
Ready. Able. Determined! 💪🏻
— BCCI (@BCCI) May 28, 2024
From adversity to triumph, #RishabhPant's journey to the ICC Men's T20 World Cup is a testament of resilience and determination. Join him as he ignites the spirit of a nation at 7.52 PM during Matchdays! 🇮🇳
Stand Up for #TeamIndia with the… pic.twitter.com/ZnBTnLRju2
ADVERTISEMENT
ઋષભ પંતનો વીડિયો
આ વીડિયોમાં ઋષભ પંત વાત કરી રહ્યો છે કે ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતવા માટે કેટલું એક્ટીવ રહેવું પડશે. તેણે કહ્યું કે રોડ એક્સિડન્ટ બાદ તે પોતાના પગ પર ઉભો થઈ ગયો છે પરંતુ હવે તે ટીમ ઈન્ડિયા માટે ઉભો રહેશે. ઋષભ પંત વીડિયોમાં કહે છે, 'તે દિવસથી લઈને આજ સુધી એક કસક બાકી છે, હ્રદયના એ ખૂણામાં હજુ એક ધબકાર બાકી છે, હું મારા પગ પર ઊભો થઈ ગયો છું, પણ ટીમ ઇન્ડિયા માટે ફરી ઊભું થવાનું બાકી છે.'
વધુ વાંચોઃ VIDEO: બાબરને ચઢ્યો પાવર, ચાહકોને કહ્યું દૂર રહો અહિયાંથી, બોડીગાર્ડે ગુસ્સે ભરાયો
ઋષભ પંત પર મોટી જવાબદારી
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપની પ્રથમ સિઝન જીતી હતી. 2007માં ટીમ ઈન્ડિયાએ ધોનીના નેતૃત્વમાં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયા ક્યારેય T20 ચેમ્પિયન ન બની શકી. હવે ટીમ ઈન્ડિયાના 17 વર્ષના ઇન્તજાર પછી જવાબદારી રોહિત અને તેની ટીમ પર છે. આમાં ઋષભ પંતની પણ મહત્વની ભૂમિકા રહેશે. પંત ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર-બેટ્સમેન છે. તે પ્લેઈંગ ઈલેવનમાં હશે તે નિશ્ચિત છે. જો પંતનું બેટ કામ કરશે તો ટીમ ઈન્ડિયા સ્વાભાવિક રીતે જ જીતની મોટી દાવેદાર હશે. પંતે IPL 2024માં પણ પોતાનું ફોર્મ સાબિત કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.