Rishabh Pant will be discharged from the hospital! Know when, the biggest health update to come out
ગુડ ન્યુઝ /
Rishabh Pantને હોસ્પિટલમાંથી કરાશે ડિસ્ચાર્જ! જાણો ક્યારે, સામે આવી સૌથી મોટી હૅલ્થ અપડેટ
Team VTV08:46 AM, 31 Jan 23
| Updated: 08:47 AM, 31 Jan 23
હાલ મળતી જાણકારી અનુસાર રિષભ પંતને આ અઠવાડિયે ડિસ્ચાર્જ કરી શકાય છે અને આ જાણકારી BCCIના એક વરિષ્ઠ અધિકારીએ આપી છે.
રિષભ પંતને આ અઠવાડિયે ડિસ્ચાર્જ કરી શકાય છે
BCCIના એક વરિષ્ઠ અધિકારીએ આપી આ જાણકારી
આ રીતે થયો હતો પંતની કારનો અકસ્માત
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રિષભ પંતને લઈને હાલ એક સારા સમાચાર સામે આવ્યા છે. અઆપણે બધા જાણીએ છીએ એક કાર એક્સિડન્ટ પછી મુંબઈમાં કોકિલાબેન હોસ્પિટલમાં પંત એડમિટ છે અને હાલ મળતી જાણકારી અનુસાર રિષભ પંતને આ અઠવાડિયે ડિસ્ચાર્જ કરી શકાય છે અને આ જાણકારી BCCIના એક વરિષ્ઠ અધિકારીએ આપી છે.
જણાવી દઈએ કે રિષભ પંત તેની કારમાં 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે દિલ્હીથી રૂરકીમાં પોતાના ઘરે જતી વખતે અકસ્માતનો ભોગ બન્યો હતો અને આ પછી પંતને ઘણી ગંભીર ઈજાઓને કારણે દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે થોડા સમય પછી ત્યાંથી એમને એરલિફ્ટ કરીને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાંથી આ અઠવાડિયે રજા આપવામાં આવશે
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ' રિષભ પંતની તબિયતમાં સારો સુધારો છે અને મેડિકલ ટીમ તરફથી એક સારા સમાચાર આવ્યા છે. પંતની પહેલી સર્જરી સફળ રહી છે, લોકો આ વિશે જાણવા માંગતા હતા અને સાથે જ આ અઠવાડિયે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
આગળ એમને જણાવ્યું હતું કે 'પંતને એક મહિનામાં બીજી સર્જરીની જરૂર પડશે એનએ બીજી સર્જરી ક્યારે કરવામાં આવશે તે માત્ર ડૉક્ટર નક્કી કરશે. આ સાથે જ બીસીસીઆઈની મેડિકલ ટીમ હોસ્પિટલના ડોક્ટરો અને મેનેજમેન્ટ સાથે સતત સંપર્કમાં છે અને અમને આશા છે કે પંત જલ્દી મેદાનમાં પરત ફરશે.
આ રીતે થયો હતો પંતની કારનો અકસ્માત
ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ પ્રવાસ બાદ ઋષભ પંત ક્રિસમસ સેલિબ્રેટ કરવા સીધા દુબઈ ગયા હતા અને ત્યાં તેને પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. આ પછી પંત પોતાના દેશ પરત ફર્યો અને પોતાની કારમાં દિલ્હીથી પોતાના હોમ ટાઉન રૂરકી જઈ રહ્યો હતો.એ દરમિયાન 30 ડિસેમ્બરની વહેલી સવારે રિષભ પંતની કારને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટના રૂરકી નજીક ગુરુકુલ નરસન વિસ્તારમાં થઈ હતી અને એ સમયે પંત કારમાં એકલો હતો. અકસ્માત દરમિયાન રિષભ પોતે ડ્રાઇવ કરી રહ્યો હતો. આ વિશે પંતે કહ્યું કે અકસ્માત પછી તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો અને એ પછી કારમાં ભીષણ આગ લાગી હતી.