બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Rishabh Pant thanked the two youths who saved his life saying I will always be indebted to you
Arohi
Last Updated: 11:57 AM, 17 January 2023
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનો 30 ડિસેમ્બર 2022માં રૂડકી હાઈવેની પાસે કાર એક્સીડેન્ટ થયો હતો. આ ઘટનામાં પંતના માથા અને પગમાં ઘણા પ્રકારની ઈજાઓ પહોંચી છે. જેના બાદ તેના ઘુટણની લિગામેન્ટ સર્જરી મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં થઈ. જણાવી દઈએ કે પંતે હાલમાં જ પોતાના ટ્વીટર પર એક્સીડેન્ટ બાદ પહેલુ રિએક્શન આપ્યું છે.
I may not have been able to thank everyone individually, but I must acknowledge these two heroes who helped me during my accident and ensured I got to the hospital safely. Rajat Kumar & Nishu Kumar, Thank you. I'll be forever grateful and indebted 🙏♥️ pic.twitter.com/iUcg2tazIS
— Rishabh Pant (@RishabhPant17) January 16, 2023
ADVERTISEMENT
રિષભ પંતે માન્યો આભાર
તેમાં તેણે BCCIનો આભાર માન્યો છે અને પોતાની હેલ્ધની પણ અપડેટ આપી છે. આ પોસ્ટ બાદ તેણે વધુ એક ટ્વીટ કર્યું છે જેમાં તેણે એ લોકોનો આભાર માન્યો છે જેમણે તેને એક્સીડેન્ટ સમયે મદદ કીર અને તેને સમય પર હોસ્પિટલમાં દાખલ કર્યો.
રિષભ પંતે કર્યુ ટ્વીટ
રિષભ પંતે ટ્વીટ કરી કહ્યું "બની શકે કે હું વ્યક્તિગત રીતે દરેકનો ધન્યવાદ ન કરી શકુ, પરંતુ મારે આ બે નાયકોને સ્વીકાર કરવા જોઈએ. તેમણે મારી દુર્ઘટના સમયે મદદ કરી અને સુનિશ્ચિત કર્યું કે હું સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચુ. રજત કુમાર અને નિશુ કુમાર, ધન્યવાદ. હું હંમેશા આભારી અને ઋણી રહીશ."
From the bottom of my heart, I also would like to thank all my fans, teammates, doctors and the physios for your kind words and encouragement. Looking forward to see you all on the field. #grateful #blessed
— Rishabh Pant (@RishabhPant17) January 16, 2023
રિષભ પંતે સૌથી પહેલા કર્યું હતું આ ટ્વીટ
જણાવી દઈએ કે પંતે સૌથી પહેલુ ટ્વીટ કરતા કાર એક્સીડેન્ટ વખતે એ લોકોનો ધન્યવાદ કર્યો જેમણે તેનો જીવ બચાવ્યો અને તે બધા લોકોનો ધન્યવાદ કર્યો જેમણે તેને સાજા થવા માટેની દુઆ કરી. સાથે જે પંતે પોતાની હેલ્થ પર અપડેટ પણ આપ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.