બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / સ્પોર્ટસ / Cricket / rishabh pant only indian player icc test team icc mens test team of the year 2022

ICC Test Team 2022 / INDvsNZ સિરીઝ વચ્ચે રિષભ પંતને લઇને સૌથી મોટું એલાન, ઝૂમી ઉઠ્યાં ભારતીય ફેન્સ

Premal

Last Updated: 01:00 PM, 25 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગયા વર્ષના અંતમાં કાર દુર્ઘટનામાં ઘાયલ થયા બાદ હવે ઉપચાર કરાવી રહેલા વિકેટકીપર બેટર રિષભ પંત 2022ની આઈસીસી પુરૂષ ટેસ્ટ ટીમમાં સામેલ એકમાત્ર ભારતીય ખેલાડી છે. આ 25 વર્ષીય બેટરે ટેસ્ટ મેચમાં આક્રમક બેટીંગ કરી છે.

  • રિષભ પંતને લઇને થઇ મોટી જાહેરાત
  • રિષભ પંત 2022ની આઈસીસી પુરૂષ ટેસ્ટ ટીમમાં એકમાત્ર ભારતીય ખેલાડી
  • 2022માં બે સદી અને ચાર અર્ધસદી પણ ફટકારી

ભારત-ન્યુઝીલેન્ડ સીરીઝ વચ્ચે રિષભ પંતને લઇને થઇ મોટી જાહેરાત 

રિષભ પંતે 12 ઈનિંગમાં 61.81ની સરેરાશ અને 90.90ની સ્ટ્રાઈક રેટથી 680 રન બનાવ્યાં. તેમણે 2022માં બે સદી અને ચાર અર્ધસદી પણ ફટકારી. રિષભ પંતે વર્ષ 2022માં ટેસ્ટ મેચમાં 21 છગ્ગા ફટકાર્યા તથા વિકેટકીપર તરીકે 23 કેચ કર્યા ઉપરાંત તેમણે છ સ્ટમ્પ આઉટ પણ કર્યા. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને આઈસીસી ટેસ્ટ ઈલેવનનો કેપ્ટન પણ પસંદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડના જૉની બેયરસ્ટો અને જેમ્સ એન્ડરસનને પણ આ ટીમમાં સામેલ કરાયો છે.   

ખુશીથી ઝુમી ઉઠશે ભારતીય પ્રશંસકો 

આઈસીસી ટેસ્ટ ઈલેવનમાં ઓસ્ટ્રેલિયાના ચાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કેપ્ટન પેટ કમિન્સ પણ સામેલ છે. કમિન્સ અને એન્ડરસન સિવાય અન્ય એક ફાસ્ટ બોલર દક્ષિણ આફ્રિકાના કેગિસો રબાડાને પણ ટીમમાં લેવામાં આવ્યો છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આજમ અને વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટ ટીમમાં સામેલ અન્ય ખેલાડી છે. આ દરમ્યાન આઈસીસીની 2022 માટે વન-ડે ટીમમાં ભારતના મધ્યક્રમના બેટર શ્રેયસ ઐયર અને યુવા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને સામેલ કરવામાં આવ્યો છે. 

બાબર આજમને આ ટીમનો કેપ્ટન પસંદ કરવામાં આવ્યો

પાકિસ્તાનના કેપ્ટન બાબર આજમને આ ટીમના કેપ્ટન પસંદ કરવામાં આવ્યો છે. ઐયરે 2022માં 17 વન-ડે મેચ રમી. જેમાં તેમણે 55.69ની સરેરાશથી 724 રન બનાવ્યાં. તેમની સ્ટ્રાઈક રેટ 91.52 રહી. તેમણે આ દરમ્યાન એક સદી અને છ અર્ધસદી પણ ફટકારી. સિરાજે વર્ષ 2022માં 15 વન-ડે મેચમાં ભારત તરફથી સૌથી વધુ 24 વિકેટ લીધી. તેમની સરેરાશ 23.50 રહી જ્યારે તેમનો ઈકોનોમી રેટ 4.62 રહ્યો. આ દરમ્યાન તેમનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 29 રન આપીને ત્રણ વિકેટ રહ્યું.

વર્ષ 2022ની આઈસીસી ટેસ્ટ ટીમ

બેન સ્ટોક્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, ક્રેગ બ્રેથવેટ, માર્નસ લાબુશેન, બાબર આજમ, જૉની બેયરસ્ટો, રિષભ પંત (વિકેટકીપર), પેટ કમિન્સ, કેગિસો રબાડા, નાથન લિયોન અને જેમ્સ એન્ડરસન. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ