rishabh pant on drs against tim david ipl 2022 dc vs mi mumbai indians vs delhi capitals
IPL 2022 /
આ એક ખેલાડીની ભૂલના કારણે દિલ્હી કેપિટલ્સ પ્લેઑફમાંથી થઇ 'આઉટ', જાણો વિગત
Team VTV04:21 PM, 22 May 22
| Updated: 04:21 PM, 22 May 22
આઈપીએલ 2022ની 69મી મેચ બાદ પ્લેઑફની ચાર ટીમો પાક્કી થઇ ગઇ છે. ગુજરાત ટાઈટન્સ, રાજસ્થાન રૉયલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ બાદ હવે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્લેઑફમાં એન્ટ્રી કરી છે. આ ચાર ટીમ વચ્ચે ખિતાબી જંગ જોવા મળશે.
આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પરાજયનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ ટીમ આ સિઝનમાંથી બહાર થઇ ગઇ છે. પ્લેઑફમાંથી દિલ્હી બહાર થવા પાછળનુ સૌથી મોટુ કારણ કેપ્ટન રિષભ પંતથી મેદાનમાં થયેલી ભૂલ જવાબદાર છે. દિલ્હી કેપિટલ્સ માટે આ મેચ કરો યા મરો જેવી હતી. ટીમ આ મેચને જીતીને પ્લેઑફમાં એન્ટ્રી પણ કરી શકતી હતી. પરંતુ આ એક સપનુ રહી ગયુ. આ મેચમાં દિલ્હીની હાર પાછળ મુંબઈના બેટ્સમેન ટિમ ડેવિડનો સિંહફાળો રહ્યો છે. ટિમ ડેવિડે એક આક્રમક ઈનિંગ રમી. પરંતુ કેપ્ટન રિષભ પંતથી મોટી ભૂલ એ થઇ કે તેમણે ટિમ ડેવિડ વિરુદ્ધ ડીઆરએસ નહીં લેવાની મોટી ભૂલ કરી. કારણકે આ મેચમાં ડેવિડ એક વખત સ્પષ્ટ રીતે આઉટ હતા. પરંતુ એમ્પાયરે તેમને આઉટ ના આપ્યો.
મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની 15મી ઓવર શાર્દૂલ ઠાકુર નાખી રહ્યાં હતા. આ ઓવરમાં શાર્દૂલ ઠાકુરે ટિમ ડેવિડને ઑફ સ્ટમ્પની બહાર સારી ડિલીવરી કરી અને ડેવિડ બોલને ફટકારવાની કોશિશમાં ચૂકી ગયા. આ બોલ ટિમ ડેવિડના બેટને અડીને રિષભ પંતના હાથમાં આવ્યો હતો. પરંતુ એમ્પાયરે આઉટ ના આપ્યો. એમ્પાયરના નિર્ણય વિરુદ્ધ કેપ્ટન રિષભ પંત ડીઆરએસ લઇ શકતા હતા. પરંતુ શાર્દૂલ ઠાકુર અને રિષભ પંત વચ્ચે વાતચીત પણ થઇ. પરંતુ રિવ્યુ ના લીધો. બાદમાં જાણવા મળ્યું કે બોલ બેટને અડીને ગયો હતો.
ટિમ ડેવિડની ધારદાર ઈનિંગ
ટિમ ડેવિડે પહેલાની અમુક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે આક્રમક ઈનિંગ રમી. ટિમ ડેવિડે આ મેચમાં 11 બોલમાં 34 રનની આક્રમક ઈનિંગ રમી અને દિલ્હી કેપિટલ્સને પરાજય આપ્યો.