બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2025 માટે લખનઉ સુપર જાયન્ટસે કેપ્ટનનું કર્યું એલાન, 27 કરોડનો ખેલાડીને સોંપી કમાન
Last Updated: 05:02 PM, 20 January 2025
21 માર્ચથી IPL 2025ની શરૂઆત થવાની છે. એવામાં લખનઉની ટીમે ઋષભ પંતને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. સંજીવ ગોએન્કાએ ઋષભ પંતની કેપ્ટન તરીકેની નિમણૂક કરી અને કહ્યું, 'બધી રણનીતિ ઋષભની આસપાસ ફરતી હતી. આ બધું તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
IPL 2025: Rishabh Pant appointed as Lucknow Super Giants' captain
— ANI Digital (@ani_digital) January 20, 2025
Read @ANI Story | https://t.co/erPPIvQ2dO#IndianPremierLeague #DelhiCapitals #RishabhPant pic.twitter.com/G6lbhFT121
જ્યારે સંજીવ ગોએન્કાને પૂછવામાં આવ્યું કે રિષભ પંત શા માટે, તો ગોએન્કાએ કહ્યું કે, તે હવે સમય જ સાબિત કરશે. તે આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી જ નથી પરંતુ આઈપીએલના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. IPLના સૌથી સફળ કેપ્ટનોની યાદીમાં લોકો ધોની અને રોહિતને યાદ રાખે છે. જો કે, 10-12 વર્ષ પછી આ લિસ્ટમાં ધોની અને રોહિતની સાથે રિષભ પંત પણ હશે.
વધુ વાંચો: VIDEO: લાંબા ગાળે મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં દેખાયો, પણ એક તસવીરે વધાર્યું ટેન્શન
ADVERTISEMENT
પંતે કેપ્ટન બનવા પર કહી આ વાત
લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બન્યા બાદ ઋષભ પંતે કહ્યું, 'તેમણે મારા વિશે જે કહ્યું તેનાથી હું અભિભૂત છું. ઋષભ પંતનું માનવું છે કે, લખનઉની ટીમમાં પસંદગી થયા બાદ ગોએન્કા સાથેની તમામ વાતચીત પરથી તેને લાગ્યું કે ફ્રેન્ચાઈઝીમાં તેનું ખુલ્લા દિલથી સ્વાગત કરવામાં આવ્યું છે.
ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. IPL 2025ની હરાજીમાં પંતને લખનઉ સુપર જાયન્ટસે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પંતે ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરી હતી. લખનઉની ટીમે લાંબી બોલી લગાવીને પંતને ખરીદ્યો હતો.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy: / ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત, પંડ્યા, ગિલ ફૂલ ફોર્મમાં, ફટકાર્યા 200 છગ્ગા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.