બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:19 PM, 8 September 2024
Rishabh Pant Viral Video : ઋષભ પંત ક્રિકેટના મેદાન પર તેની મસ્તીથી ભરપૂર સ્ટાઇલ માટે જાણીતો છે. હવે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે દુલીપ ટ્રોફી મેચ દરમિયાન કુલદીપ યાદવને 'મા કસમ' ખવડાવ્યા લાગ્યો હતો.
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત દોઢ વર્ષથી વધુ સમય બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરવા માટે તૈયાર છે. તે દુલીપ ટ્રોફી રમી રહ્યો છે, જેમાં તેણે બેટથી તેમજ વિકેટ કીપિંગ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્ટમ્પ પાછળ બોલબોલીયારહેવા માટે જાણીતો છે, દુલીપ ટ્રોફીમાં ફરીથી તે જ શૈલીમાં જોવા મળ્યો હતો. તેણે ભારતીય સ્પિનર કુલદીપ યાદવને મા કસમ ખાવાનું કહ્યું. બંને વચ્ચેની મસ્તીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાલો જાણીએ શું થયું...
Rishabh Pant - sab aage aao, ye single lega (everyone come close, he'll take the single).
— Faiz Fazel (@theFaizFazel) September 8, 2024
Kuldeep Yadav - main nahi luga (I won't take the single).
Pant - Maa Kasam khale nahi lega (take mom's swear then). 🤣👏 pic.twitter.com/Pmn6h55qxw
ADVERTISEMENT
ઋષભ પંતનો વીડિયો વાયરલ થયો
ઈન્ડિયા-એ અને ઈન્ડિયા-બી વચ્ચેની મેચ દરમિયાન ઋષભ પંત અને કુલદીપ યાદવ એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. જ્યારે પંતની ટીમ ઈન્ડિયા B બીજા દાવમાં ઈન્ડિયા Aને ઓલઆઉટ કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે પંતનો અવાજ સ્ટમ્પ માઈકમાં કેદ થઈ ગયો હતો જ્યારે તે વિકેટ કીપિંગ કરી રહ્યો હતો. તેણે કુલદીપ યાદવની મજા લઇ રહ્યો હતો. આ મજાક ચોથી ઈનિંગમાં ઈન્ડિયા Aની ચેઝની 41મી ઓવરમાં બની હતી, જ્યારે કુલદીપે સાઈ કિશોરના પાંચમા બોલને ઓન-સાઈડ પર ફટકાર્યો હતો.
'મા કસમ ખાઇ લે...'
કુલદીપ યાદવના શોટ બાદ રિષભ પંતે ખેલાડીઓને કહ્યું, 'બધા આગળ આવો, તે સિંગલ લેશે.' સ્ટ્રાઇક પર રહેલા કુલદીપે રમૂજી રીતે કહ્યું, 'મે નહી લૂંગા.' આ પછી પંત કહે છે, 'મા કસમ ખાલી નહી લેગા.' બંને વચ્ચેની ફની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ફેન્સ ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ જીમ અને ડાયટ કરવા છતા પણ નથી ઘટતું વજન, તો તમે કરી રહ્યા છો આવી ભૂલો
પંતની ટીમ જીતી ગઈ
પ્રથમ દાવમાં મુશીર ખાનના 181 રન અને બીજી ઈનિંગમાં પંતના 61 રનના કારણે ઈન્ડિયા B એ મેચ 79 રને જીતી લીધી હતી. શુભમન ગિલ ઈન્ડિયા-બી ટીમનો કેપ્ટન છે. પ્રથમ દાવમાં શાનદાર ઇનિંગ્સ માટે મુશીર ખાનને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. ઈન્ડિયા બીની આગામી મેચ ઈન્ડિયા સી સામે 12 સપ્ટેમ્બરે અનંતપુરમાં થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.