ક્રિકેટ / WI સામે કંગાળ પ્રદર્શન બાદ પણ આ ખેલાડી ચિંતા વગર ધોની સાથે દુબઇમાં કરે છે જલસા

Rishabh Pant celebrates Christmas with MS Dhoni in Dubai

ઋષભ પંતે તાજેતરમાં વિન્ડીઝ સામે કટક ખાતે રમાયેલી વન ડેમાં ચાર કેચ છોડ્યા હતા. વિન્ડીઝ સામે ટી-20 અને વનડે શ્રેણીમાં પંતનું વિકેટકીપિંગ કંગાળ રહ્યું હતું. એ ઉપરાંત તેની બેટિંગ પણ સાવ સાધારણ રહી હતી. વિન્ડીઝ સામે શ્રેણી પૂરી થયા બાદ ભારત હવે તા. 6 જાન્યુઆરીથી શ્રીલંકા સામે ટી-20 શ્રેણી રમવાનું છે. આમ વિન્ડીઝ અને શ્રીલંકા શ્રેણી વચ્ચે ઘણો સમય હતો, જેમાં ઋષભ પંત કંગાળ વિકેટકીપિંગ અને બેટિંગ પર કામ કરી શકે તેમ હતો, પરંતુ પંત તો દુબઈમાં પાર્ટી કરી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ