બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Rise Reported Rape Cases july gujarat surat ahmedabad rajkot

રેપ / ગુજરાતમાં એક મહિનામાં 7થી વધુ દુષ્કર્મની ઘટના, દિકરીઓ કેટલી સલામત ?

vtvAdmin

Last Updated: 10:51 PM, 26 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં મહિલા અત્યાચારનું વધ્યું પ્રમાણ છે, ત્યારે નાની બાળકીઓ પર થતા દુષ્કર્મની ઘટનાઓ પણ દિવસેને દિવસે વધી રહી છે. વિપક્ષના દાવા અનુસાર ગુજરાતમાં પાંચ વર્ષમાં 4375 દુષ્કર્મના બનાવો બન્યા હતા. ત્યારે આ એક મહિનામાં(જુલાઇ) રાજ્યમાં સાતથી વધુ દુષ્કર્મની ઘટનાઓ બની છે. જેમાં છ ઘટનાઓમાં 20 વર્ષથી નાની ઉંમરની યુવતિઓ છે. જ્યારે એક મહિનામાં સુરતમાં કુલ 3 દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. જેમાં શુક્રવારે સુરતમાં 14 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ત્યારે રાજ્યમાં દિકરીઓ કેટલી સલામત?

સુરતમા 14 વર્ષીય બાળકી પર દુષ્કર્મ બિલ્ડિંગમાં રહેતા શખ્સે આચર્યું દુષ્કર્મ

સુરતમાં દુષ્કર્મની કિસ્સામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આજે(શુક્રવાર) ફરી એકવાર 14 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. 14 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. બિલ્ડિંગમાં રહેતા શખ્સ પ્રેમ પરમારે દુષ્કર્મ હોવાની બાળકીએ ફરિયાદ કરવામાં આવી છે. સગીરા ઘરમાં એકલી હતી તે સમયે ઘરમાં આવી કૃર્ત્ય કર્યું હોવાનો બાળકીએ આક્ષેપ કર્યો છે. બે દિવસમાં સુરતમાં દુષ્કર્મની બીજી ફરિયાદ નોંધાઈ છે.

સુરતમાં પાંડેસરા વિસ્તારમાં 6 વર્ષની બાળકી સાથે પાડોશી વૃદ્ધે આચર્યુ દુષ્કર્મ

સુરતના પાંડેસરા વિસ્તારની છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થવાની ઘટના સામે આવી હતી. ઘર આંગણે આ છ વર્ષની બાળકી રમતી હતી ત્યારે પાડોશી વૃદ્ધે લાલચ આપી ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યુ હતું. કામ પરથી પરત ફરેલી માતાને હકીકત જણાવી હતી. માતાએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સુરતના વરાછા વિસ્તારમાં 13 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ

સુરતના વરાછા વિસ્તારમાં 13 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચનાર શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. માતાના પ્રેમી અરૂણ મિશ્રાએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. મળતી માહિતી મુજબ બાળકી માતાનો અરૂણ મિશ્રા સાથે પ્રેમ સંબંધ હતો. માતાની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને શખ્સે બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતું. બાળકીએ સમગ્ર ઘટના માતાને કહેતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ મામલે માતાએ અરૂણ મિશ્રા સામે ફરિયાદ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી હતી.

વલસાડમાં સ્કૂલથી પરત ફરી રહેલી સગીરા પર દુષ્કર્મ

વલસાડમાં ગ્રીન પાર્ક વિસ્તારમાં વિદ્યાર્થિની સ્કૂલથી પરત ફરી રહી હતી ત્યારે નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના બાદ પરિવારે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીઓને ઝડપીને વધુ કાર્યવાહી હાથધરી હતી.

અંકલેશ્વર 14 માસની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મનો મામલો

અંકલેશ્વરમાં 14 માસની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાની ઘટના બની હતી. આ મામલે પોલીસે આરોપી આનંદ વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે શંકાના આધારે પૂછપરછ કરતા આનંદે અપહરણ કર્યાનું કબૂલ્યુ હતું. આમ, આ સમગ્ર મામલે ગામના 20 વર્ષીય આનંદ વસાવાની સંડોવણી સામે આવી હતી. આથી પોલીસે આરોપી આનંદ વસાવાની ધરપકડ કરી હતી.

13 વર્ષીય વિદ્યાર્થિનીનું અપહરણ બાદ દુષ્કર્મની ફરિયાદ

રાજકોટમાં 13 વર્ષીય વિદ્યાર્થિનીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ હતી. અગાઉની અદાવતનો બદલો લેવા શખ્સોએ રાજકોટની કેન્દ્રીય વિદ્યાલય પાસેથી વિદ્યાર્થિનીનું અપહરણ કરી અને બોટાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ વિદ્યાર્થિનીને સરધાર પાસે છોડી મૂકી હતી. વિદ્યાર્થિનીના પિતા જ્યારે શાળાએ તપાસ કરવા પહોંચ્યા ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી. વિદ્યાર્થિનીના પિતાએ કેવલ સોંદરવા, શામજી મકવાણા અને ભૂરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં લગ્નની લાલચ દુષ્કર્મ કર્યુ હોવાની ઘટના સામે આવી હતી. યુવતી સાથે પ્રેમસંબંધ બાંધીને શખ્સે કૃત્ય આયર્યું હતું. આ યુવતીએ આરોપી યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દીવ અને વડોદરા લઈ જઈને યુવતી સાથે આ કૃત્ય આચર્યુ હતું. પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે કાર્યવાહી હાથધરી હતી.

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં દુષ્કર્મના 4375 બનાવો બન્યાઃ પરમાર

મહિલા પર અત્યાચારના કેસો વધ્યા હોવાનો શૈલેષ પરમારે દાવો કર્યો હતો. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં દુષ્કર્મના 4 હજાર 375 બનાવો બન્યા છે. 2 હજાર 408 સગીરા પર દુષ્કર્મ કેસો સામે આવ્યા છે. 96 કેસમાં સામુહિક દુષ્કર્મ થયાના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. છેલ્લા 5 વર્ષમાં સગીરાને ભગાડી જવાના 10 હજાર 345 કેસ સામે આવ્યા છે. તેમજ મહિલાઓની છેડતીના બનાવોમાં પણ વધારો થયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rape Case ahmedabad gujarat july rajkot surat Rape
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ