rise in price of dal after decrease in price of onion
ભાવમાં વધઘટ /
ડુંગળીના ભાવમાં મળી રાહત તો દાળના ભાવે ફરી ગૃહણીઓનું બજેટ ખોરવ્યું
Team VTV02:53 PM, 02 Jan 20
| Updated: 10:16 PM, 02 Jan 20
હજુ ડુંગળીના ભાવ માંડ માંડ નિયંત્રણ થવાની દિશામાં આગળ વધે ત્યારે બીજી તરફ ઘઉં, ચોખા સહિત જુદી જુદી દાળના ભાવમાં ૧૦ થી ૧પ ટકા સુધીનો ભાવ વધારો હવે ગૃહિણીઓને રડાવી રહ્યો છે. નવા વર્ષમાં હવે ગૃહિણીઓનું બજેટ બગડશે કારણ કે, ડુંગળી, લસણ, દૂધ અને તેલના ભાવો વધી ચૂક્યા છે. હવે દાળના ભાવ પણ રૂ.૭૦ થી વધીને કીલો દીઠ ૧૦૦એ પહોંચ્યા છે.
નવા વર્ષમાં ગૃહિણીઓ નું બજેટ બગડશે
દાળ ચોખાના ભાવમાં વધારો
નવો માલ આવા પછી ભાવમાં ઘટાડો થઇ શકે
ભાવમાં વધઘટ
ડુંગળીના ભાવમાં ધીમો ઘટાડો છે. ભાવ ૧૪૦ થી ઘટ્યા છે પરંતુ આજે પણ રૂ.૭૦ થી ૯૦નો કિલોદીઠ ભાવ જળવાઇ રહ્યો છે. ડિસેમ્બરમાં અનાજના જુદા જુદા પાકમાં બજારમાં આવતી આયાત ઓછી થવાથી અનાજના ભાવમાં કિલોદીઠ ૧૦ થી ૧પ ટકાનો ભાવ વધારો નોંધાયો છે.
દાળ ચોખાના ભાવમાં વધારો
દાળમાં મગની ફોતરાંવાળી દાળ, પીળી દાળ, ઘઉં, જુવાર, ચણા અને ભરવાના થતા સિઝનલ ચોખાના દરમાં પણ વધારો થયો છે. સામાન્ય રીતે દર વર્ષે ઘઉં, ચોખા જેવા અનાજમાં રૂ. પ થી ૬નો કિલોદીઠ વધારો નોંધાય તે સામાન્ય બાબત છે પરંતુ આ વર્ષે અનાજમાં રૂ.૧૦ સુધીનો બમણો વધારો નોંધાયો છે.
બજારમાં આવતો સ્ટોક મર્યાદિત છે
હાલમાં નવા પાકની વાવણી તેનું મુખ્ય કારણ છે ઉપરાંત બજારમાં આવતો સ્ટોક મર્યાદિત છે. વેપારીઓના મતે ૧૦ થી ૧પ ટકાનો વધારો થયો છે. આ માસના અંતે નવો માલ આવે ત્યારે ભાવમાં ઘટાડો થઇ શકે છે. ઘઉં, મકાઇ, મગ અને ચણાની દાળમાં લોટમાં ર૦ થી રપ ટકાનો ભાવ વધારો નોંધાયો છે. અડદની દાળના રૂ.૭૦ના રૂ.૧૦૦ થી ૧૧૦, મગની લીલી દાળ ૭પના ૯૦, મગની પીળી દાળ ૮૦ ના ૯૦, ચોળાની દાળ ૬૦ના ૭૦, ઘઉં ર૦ના ૩પ, જુવાર ૩૦ ના ૪પ અને ચોખાના ૩પ ના રૂ.૪પ કિલોદીઠ ભાવ વધ્યા છે.