બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રિપલ પંચાલનું લાયસન્સ કાયમી ધોરણે રદ, પોલીસની દરખાસ્ત બાદ RTOની મોટી કાર્યવાહી

એક્શન / રિપલ પંચાલનું લાયસન્સ કાયમી ધોરણે રદ, પોલીસની દરખાસ્ત બાદ RTOની મોટી કાર્યવાહી

Last Updated: 01:57 PM, 6 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં હવે મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં બોપલ-આંબલી રોડ પર અકસ્માતોના હારમાળા સર્જનાર રિપલ પંચાલનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.

અમદાવાદના બોપલ આંબલી રોડ પર બેફામ રીતે કાર ચલાવીને અકસ્માત કરનારા રિપલ પંચાલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદ RTO વિભાગે આરોપી રિપલ પંચાલનું લાયસન્સ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જેથી રિપલ પંચાલ હવે જીવનમાં ક્યારેય વાહન ચલાવી શકશે નહીં.

સૂત્રોના જણાવ્યા અનુસાર જો આરોપી વાહન ચલાવતા પકડાશે, તો તેનું વાહન ડિટેઈન કરવા સાથે ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે. જેની RTO અધિકારીએ માહિતી આપી છે. તેમણે કહ્યું કે પોલીસ સ્ટેશનમાંથી રિપલ પંચાલનું લાયસન્સ સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મળી હતી. જેના આધારે રિપલ પંચાલનું લાયસન્સ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું. સાથે 3 વખત હેલ્મેટ પહેર્યા વિના પકડાયેલા 850 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: મર્યા બાદ પણ જુઓ કેવી મગજમારી! કડીમાં કાંસના પ્રદૂષિત પાણીમાંથી નીકળી અંતિમયાત્રા, વીડિયો દુખદ

ઉલ્લેખનીય છે કે અમદાવાદ બોપલ-આંબલી રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં ચાર થી પાંચ રાહદારીઓને કાર ચાલકે અડફેટે લીધા હતા. જે બાદ રોડ ઉપર અનેક વાહનોને પણ નુકશાન કરતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ ગુસ્સે ભરાતા નબીરાને મેથીપાક ચખાડ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ripple Panchal Ahmedabad News hit and run Ahmedabad RTO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ