બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / RIP Choreographer Saroj Khan: Unheard things of Choreographer Saroj Khan personal Life
Noor
Last Updated: 11:23 AM, 3 July 2020
ADVERTISEMENT
સરોજ ખાને તેમના લગ્નને લઈને કહ્યું હતું કે, લગ્ન દરમિયાન તેઓ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને સોહનલાલ સોહનલાલ તેમના ડાંસ માસ્ટર હતા. સોહનલાલએ તેમના ગળામાં કાળો દોરો બાંધી દીધો. જેને લગ્ન માની લેવામાં આવ્યા હતા. સોહનલાલ પહેલાંથી જ પરિણિત હતા અને સરોજ ખાન તેમની બીજી પત્ની હતી. જોકે, સરોજ ખાનને બાળક પેદા થયા બાદ આ વાત વિશે ખબર પડી. પછી સોહનલાલે આ બાળકને પોતાનું નામ આપવાનો ઈન્કાર કરી દીધો અને બંને અલગ થઈ ગયા.
ADVERTISEMENT
સરોજ ખાને 1963માં એક દિકરાને જન્મ આપ્યો, જેનું નામ રાજૂ ખાન રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ બે વર્ષ પછી એટલે કે 1965માં સરોજ ખાને બીજા બાળકને જન્મ આપ્યો પરંતુ આઠ મહિના બાદ એ બાળકનું મોત થઈ ગયું.
પતિથી અલગ થયા બાદ સરોજ ખાને મજબૂતીથી અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. સરોજ ખાને પહેલીવાર વર્ષ 1974માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગીતા મેરા નામ'ના ગીતોને કોરિયોગ્રાફ કર્યા હતા. ત્યારબાદ તેમણે ઘણી સફળતા હાંસલ કરી. તેમને ભારતમાં મધર ઓફ ડાંસ/ કોરિયોગ્રાફીની મા કહેવામાં આવવા લાગ્યું. તેમણે વર્ષ 1986માં આવેલી ફિલ્મ 'નગીના', 1987ની ફિલ્મ 'મિ. ઈન્ડિયા', 1988ની ફિલ્મ 'તેજાબ', 1989ની ફિલ્મ 'ચાંદની' સહિત અનેક સુપરહિટ ફિલ્મોના ગીતો કોરિયોગ્રાફી કર્યા છે. જેના માટે તેમને ઘણાં એવોર્ડ અને સન્માન મળ્યું છે.
આ ફિલ્મો માટે મળ્યો નેશનલ એવોર્ડ
વર્ષ 2003માં રિલીઝ થયેલી ફિલ્મ 'દેવદાસ'નું સોન્ગ 'ડોલા રે ડોલા' કોરિયોગ્રાફ કરવા માટે તેમને નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. આ સિવાય વર્ષ 2006માં આવેલી ફિલ્મ 'શ્રીનગરમ'ના બધાં ગીતો માટે અને વર્ષ 2008માં જબ વી મેટના 'યે ઈશ્ક હાયે' માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.