આજકાલના જમાનામાં પોતાની બચતને બેંકમાં રાખીને 3-4 ટકા નફો કમાવો ખૂબ જ સામાન્ય વાત છે. આ ઉપરાંત કેટલાક લોકો FDમાં ભવિષ્ય માટે પૈસાનું રોકાણ કરે છે. પરંતુ હાલના સમયમાં ઘણા એવા બીજા વિકલ્પ છે જ્યાં એફડીથી ઘણો વધારે નફો કમાઇ શકાય છે.
બેંક હાલમાં એક વર્ષની ફિક્સ ડિપોઝીટ પર પોતાના કસ્ટમર્સને 7-7.5 ટકાના દરથી વ્યાજ આપી રહી છે. આ પ્રમાણે તમે 1 લાખ રૂપિયા 1 વર્ષ માટે ડિપોઝીટ કરો છો તો તમને 7500 રૂપિયા વર્ષના રિટર્નના રૂપમાં મળશે. પરંતુ બીજી એક રીત છે જેનાથી તમે રોકાણ કરીને એમાંથી 5 ગણા સુધીનો નફો મેળવી શકો છો. આ પ્રકારે એક લાખ રૂપિયના રોકાણ પર એક વર્ષની અંદર તમે આશરે 1.40 લાખ રૂપિયા સુધી મેળવી શકો છો. એટલે કે એફડીના રિટર્નથી આશરે 5 ગણું વધારે રિટર્ન.
તમને જણાવી દઇએ કે શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓ દર ત્રણ મહિનામાં પોતાની આવક અને નફાની યાદી આપે છે. ત્યારબાદ એમના નફામાં જોરદાર ગ્રોથ આવ્યો છે તો કંપનીઓના શેરોમાં મોટો ઊછાળો જોવા મળશે. આવું કરીને તમે પણ મોટો નફો મેળવી શકો છો.
ગોદરેજ પ્રોપર્ટીઝને ચૌથી ત્રિમાસીકમાં 141.5 કરોડ રૂપિયાનો નફો થયો છે. બ્રોકરેડ હાઉસ જેએમ ફાઇનાન્શિયલે એના શેર માટે 880 રૂપિયાનો લક્ષ્ય રાખ્યો હતો. કરંટ પ્રાઇઝ 763 રૂપિયાના હિસાબથી શેરમાં 15 ટકા રિટર્ન મળી શકે છે.
એવી જ રીતે જુબિલેન્ટ ફૂડ વર્ક્સને ચોથા ત્રિમાસીકમાં 68.07 કરોડ રૂપિયાનો નફો થયો છે. બ્રોકરેજ હાઉસ એચડીએફસી સિક્યોરિટીઝે શેર માટે 2846 રૂપિયાનો લક્ષ્ય રાખ્યો હતો. શેરની કરંટ પ્રાઇઝ 2514 રૂપિયાના હિસાબથી શેરમાં 13 ટકા રિટર્ન મળી શકે છે.