બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Rickshaw drivers strike for 36 hours against CNG price hike in Gujarat

હડતાળ / ગુજરાતમાં CNGના ભાવવધારા સામે રિક્ષાચાલકોની 36 કલાકની હડતાળ, રિક્ષા યુનિયને કરી છે આ માંગ

Last Updated: 12:40 PM, 15 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી રિક્ષાચાલક યુનિયન આગામી 36 કલાક સુધી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે રિક્ષા યુનિયનની હડતાળને અમદાવાદમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે

  • રિક્ષાચાલક હડતાળને મિશ્ર પ્રતિસાદ
  • કેટલાક યુનિયનો જ હડતાળમાં જોડાયા
  • રેલવે- બસ સ્ટેશને રિક્ષા ચાલુ

આજથી રિક્ષાચાલક યુનિયન દ્વારા બિ દિવસ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે જેમાં રિક્ષા યુનિયનની હડતાળને અમદાવાદ ખાતે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. હડતાળમાં રિક્ષા ચાલકોમાં બે ભાગલા પડ્યા છે. ગીતામંદિર- કાલુપુર રેલવે સ્ટેશને રિક્ષા ચાલુ છે જ્યારે અમદાવાદના અમુક જ રિક્ષા એસો. હડતાળમાં જોડાયા છે.  CNGના ભાવ વધારાને લઇને રિક્ષા ચાલકોએ હડતાળનું એલાન આપ્યા બાદ રાત્રિના 12 વાગ્યાથી રિક્ષા ચાલકોની હડતાળ શરૂ થઇ છે.



 

રિક્ષાચાલક હડતાળને મિશ્ર પ્રતિસાદ

અમદાવાદ સહિત રાજ્યના રિક્ષાચાલકોનાં વિવિધ એસોસિયેશનો-સંગઠનોએ વિવિધ માંગોને લઈ હડતાડ કરી રહ્યા છે, જેમાં CNGનો ભાવવધારો પાછો ખેંચવા રિક્ષા ચાલકો પર થતા પોલીસ અત્યાચાર, સહિત વિવિધ મુદ્દાઓ પર રિક્ષા ચાલકોએ હડતાળનો રસ્તા અપનાવ્યો છે.  મહત્વનું છે કે અગાઉ રિક્ષાચાલકના પ્રતિનિધિઓ અને ટેક્સીચાલકના પ્રતિનિધિઓની બેઠક પણ યોજાઇ હતી. 12 નવેમ્બરે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રેલવે- બસ સ્ટેશને રિક્ષા ચાલુ

રિક્ષાચાલક સમિતિની મુખ્ય માગ છે કે CNGના ભાવ ઘટાડવા આવે. બીજાં રાજ્યોની જેમ કોરોના બાદ આર્થિક સહાય આપવામાં આવે એસોસિયેશન કહે છે કે પેટ્રોલ-ડીઝલમા વેટ ઘટાડીને ભાવ ઘટે તો CNGના ભાવમા કેમ નહીં. રિક્ષાચાલકો અને ટેક્સીચાલક પ્રતિનિધિઓનું કહેવું છે કે CNGમાં પ્રતિ કિલો રાજ્ય સરકાર 15 ટકા વેટ વસૂલે છે, જ્યારે કેન્દ્ર 14 ટકા એક્સાઇઝ ડ્યૂટી વસૂલે છે, જેથી CNGના ભાવમાં રૂપિયા 20થી 25 રૂપિયા ટેક્સ વસૂલાય છે. જેથી પ્રતિ કિલો 9 રૂપિયાનો ઘટાડો CNGના ભાવમાં કરવામાં આવે એવી માગ કરવામાં આવી છે. 

કેટલાક યુનિયનો જ હડતાળમાં જોડાયા

રાજ્યમાં આજે રિક્ષા ચાલકોને હડતાળ છે ત્યારે અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયનના કન્વીનર વિજય મકવાણાનું નિવેદન સામે આવ્યું છે, તેમણે જણાવ્યું કે રાજ્યભરમાં અનેક યુનિયનો હડતાળમાં જોડાયા જ્યારે ભાજપના મળતિયાઓ વિરોધ કરી હોવાનું વિજય મકવાણાએ જણાવ્યું છે વધુમાં રિક્ષાચાલકોના પ્રશ્નો બાબતે વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી, માત્ર બે-ત્રણ લોકોને બોલાવીને ભાડાવધારા અંગે જાહેરાત કરી દેવામાં આવી છે. આ તરફ રાજ્ય સરકારે મિનિમમ ભાડામાં વધારો કરતા નિર્ણય સુરત સહિત દક્ષિણ ગુજરાતના રિક્ષા ચાલકો હડતાળમાં નહી જોડાય તેવું પણ મનાઈ રહ્યું છે સરકારે કિલોમીટર દીઠ મિનિમમ ભાડામાં રૂ.3નો કરવામાં આવ્યો છે જેથી સુરતમાં રિક્ષા ચાલકો હડતાડમાં નહીં જોડાય તેવું જણાવી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

CNG price CNG ભાવવધારો Rickshaw drivers gujarat strike રિક્ષા યુનિયન રિક્ષાચાલકો હડતાળ Rickshaw drivers strike
Kiran
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ