બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:44 AM, 9 January 2025
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ તેની એકદમ અલગ જ બેટિંગ સ્ટાઈલ માટે જાણીતો છે. તે હંમેશા ક્રિઝ પર આગળ પાછળ થઈને શોટ્સ લગાવે છે અને આ રણનીતિ તેના માટે ફાયદામાં પણ રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમઆ એક યુવા ભારતીય પ્લેયર તેના જ અંદાજમાં બેટિંગ કરીને ચારેબાજુથી પ્રસંશા મેળવી રહ્યો છે. આમ તો સ્મિથની સ્ટાઈલની કોપી કરવી એ અશક્ય છે પણ આ યુવકે કરી બતાવ્યું છે.
ADVERTISEMENT
Steve Smith from India 🇮🇳 #funny pic.twitter.com/MfmHhLU1Pq
— Richard Kettleborough (@RichKettle07) January 8, 2025
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં અમ્પાયરિંગ કરતા રિચાર્ડ કેટલબરોએ આ વીડિયો ક્લિપ શેર કરી છે. જેમાં જોઈ શકાય છે કે આ યુવા બેટ્સમેન બોલનો બચાવ કર્યા પછી બેટને આગળની તરફ લાવે છે બિલકુલ એવી રીતે જેવી રીતે સ્ટીવ સ્મિથ કરે છે. ત્યારબાદ તેણે બોલને ઓફ સ્ટમ્પની બહાર જવા દેવા માટે એક અલગ રીત અપનાવી. તેની બેટિંગ સ્ટાન્સ પણ સ્ટીવ સ્મિથ જેવી જ હતી. આના પરથી કહી શકાય કે ભારતમાં ફક્ત વિરાટ કોહલી અને રોહિત શર્માના જ નહીં, સ્ટીવ સ્મિથના પણ ચાહકો છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થશે શમી, જાડેજા અને રાહુલ! સામે આવ્યું મોટું કારણ, બદલીમાં કોણ?
ઇતિહાસ બનાવવાથી 1 રન દૂર
ભારત સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂ થઈ તે પહેલા સ્ટીવ સ્મિથે તેની ટેસ્ટ કારકિર્દીમાં 9,685 રન બનાવ્યા હતા અને તેને 10,000 રનનો આંકડો પાર કરવા માટે 315 રનની જરૂર હતી. ભારત સામેની સીરિઝમાં તેણે 5 મેચમાં 2 સદી સહિત 314 રન બનાવ્યા હતા. એટલે કે સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રનના આંકડે પહોંચવાથી માત્ર એક જ રન દૂર છે. તે ટૂંક સમયમાં જ ઓસ્ટ્રેલિયાનો ૧૫મો અને ટેસ્ટ મેચોમાં ૧૦,૦૦૦ રન બનાવનાર કુલ ચોથો ખેલાડી બનશે. તેણે અત્યાર સુધી ૩૪ સદી અને ૪૧ અડધી સદી ફટકારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT