બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / 5 મિનિટમાં 5,00,000 કરોડ સ્વાહા, શું ફ્રેબુઆરીમાં ખરેખર માર્કેટમાં આવશે મહાક્રેશ, ભવિષ્યવાણી સાચી પડશે?
Last Updated: 12:58 PM, 3 February 2025
Stock Market Crash : આપણે ત્યાં અનેક લોકો શેરબજારમાં રોકાણ કરે છે. જો તમે પણ શેરબજારમાંથી કમાણી કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. વાસ્તવમાં વિશ્વ પ્રસિદ્ધ અને બેસ્ટ સેલર પુસ્તક રિચ ડૅડ પુઅર ડેડના લેખકે શેરબજારને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. અમેરિકન બિઝનેસમેન અને બેસ્ટ સેલર લેખક રોબર્ટ કિયોસાકીએ કહ્યું છે કે, આ મહિને એટલે કે ફેબ્રુઆરીમાં આપણે શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો ઘટાડો જોવા મળી શકે છે.
ADVERTISEMENT
5 મિનિટમાં 5,00,000 કરોડ સ્વાહા
સેન્સેક્સ આજે 77,063.94 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન BSE ઇન્ડેક્સ 76,756.09 ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી 23,319.35 પોઈન્ટ પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન નિફ્ટી 23,222 સુધી ગબડી ગયો હતો. સવારે 10.35 વાગ્યે નિફ્ટી 201.05 પોઈન્ટના ઘટાડા સાથે 23,281.10 પર ટ્રેડ કરી રહ્યો હતો. સેન્સેક્સ 579 પોઇન્ટના ઘટાડા સાથે 76,926.57 પર ટ્રેડ કરી રહ્યો હતો. નોંધનિય છે કે, માર્કેટમાં ભારે ઘટાડાથી માત્ર 5 મિનિટમાં રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા હતા.
ADVERTISEMENT
તો શું આવી રહ્યો છે સૌથી મોટો ક્રેશ
રિચ ડેડ પુઅર ડેડના લેખક કિયોસાકીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X: રિચ ડેડ પ્રોફેસી પર લખ્યું કે, 2013માં મેં ચેતવણી આપી હતી કે, ઈતિહાસનો સૌથી મોટો સ્ટોક માર્કેટ ક્રેશ આવી રહ્યો છે. આ ક્રેશ આ મહિને ફેબ્રુઆરીમાં થશે. વધુમાં તેમણે લખ્યું કે આ સમય દરમિયાન સારા સમાચાર એ છે કે, આ ક્રેશમાં દરેક વસ્તુ સસ્તામાં ઉપલબ્ધ છે. કાર અને મકાન હવે સસ્તામાં મળશે.
In RICH DADs PROPHECY-2013 I warned the buggiest stock market crash in history was coming. That crash will be in February 2025.
— Robert Kiyosaki (@theRealKiyosaki) January 27, 2025
Good news because in a crash everything goes on sale. Cars and houses on sale now.
Better news billions will leave the stock and bond markets and…
અમેરિકન બિઝનેસમેને માહિતી આપી છે કે, આ સમયગાળા દરમિયાન પૈસા ક્યાંથી કમાશે. તેણે કહ્યું કે, આ સમય દરમિયાન તમારા પૈસા બિટકોઈનમાં બનાવી શકાય છે. કારણ કે શેર અને બોન્ડ માર્કેટમાંથી અબજો રૂપિયા ઉપાડી લેવામાં આવશે અને બિટકોઈનમાં રોકાણ કરવામાં આવશે. જ્યારે માર્કેટ ક્રેશ થશે, ત્યારે બિટકોઇન રાજા બનશે અને ઝડપથી વૃદ્ધિ પામશે. તેમણે તેમના પુસ્તકમાં કહ્યું કે, આવી સ્થિતિમાં લોકોએ નકલીમાંથી બહાર આવીને ક્રિપ્ટો, સોના અને ચાંદીમાં રોકાણ કરવું જોઈએ. એક સતોશી (બિટકોઇન અથવા 0.00000001 બિટકોઇનનું સૌથી નાનું એકમ) પણ તમને સમૃદ્ધ બનાવી શકે છે, જ્યારે લાખો લોકો બધું ગુમાવશે.
આજે શેરબજારની શું સ્થિતિ છે?
આજે બજેટ બાદ શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ વધારવાની અમેરિકાની જાહેરાત બાદ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો અને એશિયન બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો જેની અસર આજે ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે.
વધુ વાંચો : બજેટ બાદ શેર બજારમાં કોહરામ, સેન્સેક્સ 700 અંક તૂટયો, નિફ્ટીના હાલ બેહાલ
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.