Video / રિયા ચક્રવર્તી જેલમાંથી આવ્યા બાદ હવે મુંબઈમાં શોધી રહી છે ઘર, ફોટોગ્રાફર્સે પીછો કરતાં જાણો શું થયું

rhea chakraborty turns out in search of new homes in mumbai watch viral video

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ રિયા ચક્રવર્તી પર એક પછી એક અનેક આરોપો લાગ્યા અને તે ડ્રગ્સ કેસમાં પણ સામેલ હોવાનું પણ સામે આવ્યું. ત્યારે હવે એકવાર ફરી રિયા ચક્રવર્તીની મુશ્કેલી વધી ગઈ છે. રિયા હવે મુંબઈમાં એક નવું ઘર શોધી રહી છે. જેના માટે ઘણાં સમયથી તેનો પરિવાર નવું ઘર શોધવામાં લાગેલો છે. ત્યારે હાલમાં જ રિયા ચક્રવર્તીને મુંબઈના ખાર વિસ્તારમાં ઘર શોધતા કેમેરામાં કેદ કરવામાં આવી હતી અને હવે રિયા તેના ભાઈ શૌવિકની સાથે બાન્દ્રામાં ઘર શોધતા જોવા મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ