Revenue officers instructed to tighten their GST collection drive amid economic slowdown
Tax /
સરકારે અધિકારીઓને તોતિંગ ટેક્સ ઉઘરાવવા ટાર્ગેટ આપ્યા? આ વખતે આટલો GST ટેક્સ વસુલવો
Team VTV03:02 PM, 18 Dec 19
| Updated: 04:16 PM, 18 Dec 19
ટેક્સ કલેક્શનના મામલે ભારે અછતનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકારે રેવન્યુ અધિકારીઓને કમર કસવાની સૂચના આપી છે. મંગળવારે સરકારે આ નાણાકીય વર્ષના બાકી રહેલી 4 મહિનાની ટેક્સની રકમમાં GST અધિકારીઓને તોતિંગ 4.55 લાખ કરોડ ઉઘરાવવાનો ટાર્ગેટ આપ્યો છે.
હાલના માસિક કલેક્શન કરતા 10% વધુનો ટાર્ગેટ
દિવાળી પછી મંદી ઓછી થઇ હોવાની સરકારને આશા
અધિકારીઓએ ઉઘરાણી કરવાની પણ પજવણી કરવાની ના
રેવન્યુ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ ટોચના Central Board of Indirect Taxes and Customs (CBIC) અધિકારીઓને સૂચના આપી છે કે આગામી 3 મહિના સુધી દર મહિને 1.1 લાખ કરોડ રૂપિયા અને ચોથા મહિનાથી તોતિંગ 1.25 લાખ કરોડની રકમ ઉઘરાવવામાં આવે. નોંધનીય છે કે આ આંકડા માસિક સરેરાશ કરતા 10% વધુ છે. એપ્રિલ થી નવેમ્બર 2019નું માસિક ટેક્સ કલેક્શન આશરે 1 લાખ કરોડ જેટલું હતું.
મંદીના કારણે ઉદ્યોગપતિઓ પર કેટલું દબાણ કરવું?
જો કે અધિકારીઓને આ ઉઘરાણી દરમિયાન પજવણી ન કરવામાં આવે તેની પણ ચેતવણી અપાઈ છે. દિવાળી પછી બજારમાં ગ્રાહકની માંગમાં વધારો નોંધાયો છે તેવી નાણા મંત્રાલયની ગણતરી છે આથી ટેક્સના ટાર્ગેટ વધારાયા છે. સરકાર આ વર્ષે ટેક્સ રેવન્યુમાં 11%નો વધારો ઇચ્છતી હતી. જો કે ઇકોનોમિક સ્લો ડાઉનના પગલે ઉદ્યોગપતિઓ ઉપર કેટલું દબાણ મૂકવું તે મુદ્દે અધિકારીઓ અવઢવમાં હતા.
અધિકારીઓ કકડાઈથી વર્તશે, GST રજીસ્ટ્રેશન પણ રદ કરી શકે
સૂત્રોના મતે આ વખતે અધિકારીઓ આવક અને બિઝનેસની ઇન્ફોર્મેશન જાહેર ન કરવા વાળા વેપારીઓ તરફ લાલ આંખ કરવાના છે. આ વખતે ટેક્સ ભરનાર દ્વારા GSTR1 અને GSTR3B એવા બે ફોર્મ ફરજિયાત ભરાય તેનું ધ્યાન રાખવાની અધિકારીઓને સુચના અપાઈ છે. આ ફોર્મ ન ભરનાર લોકોના વિરુદ્ધમાં કડક પગલા લેવાશે જેમાં તેમનું e-way બિલ બ્લોક કરવું, ઈનપુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવી અને GST રજીસ્ટ્રેશન રદ કરવા સુધીના પગલાનો સમાવેશ થઇ શકે છે.