બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા અબજો રૂપિયા ચાઉં કરી ગયો, 53 કરોડ તો ખાલી અંગત ઉપયોગમાં લીધા

ઘટસ્ફોટ / કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા અબજો રૂપિયા ચાઉં કરી ગયો, 53 કરોડ તો ખાલી અંગત ઉપયોગમાં લીધા

Last Updated: 07:49 AM, 21 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભૂપેન્દ્ર ઝાલા પોન્ઝિ સ્કીમ કૌભાંડ કેસમાં ઘટસ્ફોટ થયો છે. 150 કરોડ ઉઘરાવી 53 કરોડ ભૂપેન્દ્રસિંહે પોતાના ઉપયોગમાં લીધી હતી.

સાબરકાંઠામાં પોન્ઝિ સ્કીમ કૌભાંડ કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે ભૂપેન્દ્ર ઝાલા પોન્ઝિ સ્ક્રીમ કૌભાંડ કેસમાં ઘટસ્ફોટ થયો છે. 150 કરોડ ઉઘરાવી 53 કરોડ ભૂપેન્દ્રસિંહે પોતાના ઉપયોગમાં લીધા હતા. હિંમતનગરમાંથી મળેલા ચોપડામાં 52 કરોડનો હિસાબ મળ્યો છે. તેમજ આરોપીએ 4 વર્ષમાં 35 કરોડની 12 મિલકત ખરીદી હતી.

11 હજાર રોકાણકારોનાં 422 કરોડ લીધા

પોન્ઝિ સ્કીમ કૌભાંડ કેસમાં આરોપીએ કૌભાંડ માટે 11 કંપનીઓ ખોલી હતી. તેમજ 27 બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાનો વ્યવહાર થયો છે. તેમજ આરોપીએ 11 હજાર રોકાણકારોનાં 422 કરોડ લીધા હતા. તેમજ 68866 રોકાણકારોને 172 કરોડ પરત કર્યા ન હતા.

મહાકૌભાંડીની મહેસાણાથી ધરપકડ કરી

બીઝેડ કૌભાંડનો મુખ્ય આરોપી 1 મહિના જેટલા સમયથી પોલીસ પક્કડથી દૂર હતો. ત્યારે 27 ડિસેમ્બરનાં રોજ સીઆઈડી ક્રાઈમે મહેસાણાથી CID ક્રાઈમે ધરપકડ કરી છે. મહાકૌભાંડીને મહેસાણાથી ગાંધીનગર લાવવામાં આવ્યા છે. લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવીને ફરાર થયો હતો.

હિંમતનગરની ઓફિસમાં હતી હાર્ડડિસ્ક

હાર્ડ ડિસ્કમાંથી તમામ ડેટા ઉડાવી દેવામાં આવ્યો હતો. વધુ મળતી માહિતી મુજબ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ ફરાર થતા પુરાવાનો નાશ કર્યો હતો. જે હિંમતનગરની ઓફિસમાંથી કમ્પ્યુટરમાં રહેલો ડેટા ડિલીટ કર્યો હતો.

વધુ વાંચોઃ આ 3 દિવસ માટે અમદાવાદના તમામ વિસ્તારો 'નો ડ્રોન ફ્લાય ઝોન' તરીકે જાહેર, વાંચી લેજો આ જાહેરનામું

દરોડા પહેલા ડેટાનો નાશ કર્યો

આ હાર્ડડિસ્કમાંથી કરોડોના હિસાબના ડેટા ડિલીટ કરી દેવાયા હતા. જેમાં પોલીસ દરોડા પાડેએ પહેલા જ ડેટાનો નાશ કરાયો હતા. આ હાર્ડડિસ્કમાં રોકાણકાર, એજન્ટ અને નાણાકીય વ્યવહારના કરોડોના ડેટા હતા. જેને ઉડાવી દેવામા આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ponzi scheme scam Bhupendra Jhala Sabarkantha news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ