બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ફરીથી આવશે વારી એનર્જીસ જેવો IPO? અમિતાભથી લઇને માધુરી લગાવી ચૂકી છે રૂપિયા, જાણો લિસ્ટિંગ તારીખ
Last Updated: 04:39 PM, 5 November 2024
છેલ્લા ઘણા સમયથી શેરમાર્કેટમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી તેની ઐતિહાસિક સપાટીએ પહોંચી રહ્યા છે. જેના પગલે રોકાણકારોને જલસા પડી રહ્યા છે. તો બીજી તરફ હમણાં આઈપીઓની સિઝન ચાલી રહી છે. જો તમે Warri Energies પછી બીજા સારા IPOમાં નાણાં રોકવાનું વિચારી રહ્યા છો, તો તમને 6ઠ્ઠી નવેમ્બરથી આ તક મળશે. ખરેખર ફૂડ ડિલિવરી એપ સ્વિગીનો ₹11,000 કરોડથી વધુનો પબ્લિક ઇશ્યૂ બુધવાર, 6 નવેમ્બર, 2024થી ખુલી રહ્યો છે.
ADVERTISEMENT
ખાસ વાત એ છે કે આ કંપનીમાં અમિતાભ બચ્ચનથી લઈને માધુરી દીક્ષિત સુધીની ઘણી જાણીતી હસ્તીઓએ પૈસા રોક્યા છે. આ લોકોએ સેકન્ડરી માર્કેટમાં જ આ કંપનીમાં હિસ્સો ખરીદ્યો છે. એક રિપોર્ટ અનુસાર, જેમણે સ્વિગીના શેર ખરીદ્યા છે તેમાં ક્રિકેટર રાહુલ દ્રવિડ અને ઝહીર ખાન, ટેનિસ સ્ટાર રોહન બોપન્ના અને ફિલ્મ નિર્માતા કરણ જોહરનો સમાવેશ થાય છે. આ સિવાય સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના પરિવારે પણ ઓગસ્ટમાં કંપનીમાં નાનો હિસ્સો ખરીદ્યો હતો. આ પછી અભિનેત્રી માધુરી દીક્ષિતે રિતેશ મલિક સાથે મળીને સેકન્ડરી માર્કેટમાંથી ₹3 કરોડના સ્વિગીના શેર ખરીદ્યા છે. આ માટે બંનેએ ₹1.5 કરોડ ચૂકવ્યા હતા. માધુરી દીક્ષિત અને રિતેશ મલિકે સપ્ટેમ્બરમાં ₹345માં શેર ખરીદ્યા હતા.
ADVERTISEMENT
સ્વિગીનો IPO 6 નવેમ્બરથી ખુલશે અને 8 નવેમ્બરે બંધ થશે. ઇશ્યુ માટે અરજી આ તારીખો વચ્ચે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી કરી શકાશે. IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 371-390 પ્રતિ ઇક્વિટી શેરની વચ્ચે છે અને લોટ સાઈઝ 38 શેરની છે. આવી સ્થિતિમાં સ્વિગીના IPOમાં એક લોટ ખરીદવા માટે તમારે 14820 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
વધુ વાંચો : દિવાળી બાદ સોનું સસ્તું થયું સાથે ચાંદીની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ રેટ
સ્વિગી IPOનું શેર ફાળવણી 11 નવેમ્બરે થશે, જ્યારે બજારમાં તેનું લિસ્ટિંગ 13 નવેમ્બરે થવાની શક્યતા છે. જોકે, સ્વિગીના શેરનું પ્રીમિયમ ગ્રે માર્કેટમાં 5 ટકાના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે જે તેનું નબળું લિસ્ટિંગ સૂચવે છે. જો કે, જીએમપી સતત અપડેટ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.