Returning Migrant Workers Says Will Earn In Village Only Would Not Go Back To
દુખદ /
"ગામડે રહીને 100 રૂપિયા કમાઈશું પરંતુ હવે અહીં જ રહેવું છે"
Team VTV10:47 PM, 16 May 20
| Updated: 02:55 PM, 18 May 20
ધર્મ કોઇપણ હોય પરંતુ એક મજૂરનુ નસીબ ક્યારેય બદલાતુ નથી. તેઓએ પોતાના હક માટે દંડા પણ ખાધા છે અને તડકામાં પોતાના હક માટે લડ્યા છે. કોઇના પગમાં છાલા પડ્યા તો કોઇના ચંપલ તૂટી ગયા. કોઇ પોતાના બિમાર પિતાને લઇને જઇ રહ્યો હતો તો કોઇ પોતાના એક પેકેટમાંથી બાળકને ખવડાવીને તૃપ્તિ મેહસૂસ કરી રહ્યો છે. એવું નથી કે, આ સ્થિતિ હમણા અચાનકથી થઇ. લૉકડાઉનના બીજા ચરણમાં લોકોએ શહેર છોડીને ઘર વાપસી કરવાની શરૂ કરી હતી.
લૉકડાઉનથી હતાશ થઇને કોઇ પણ રીતે પોતાની ઘર વાપસી કરી રહ્યા છે લાખો મજૂરો
શનિવારે કાનપુરમાં ઘણા મજૂરોએ કહ્યુ કે, હવે તે શહેરમાં પરત નહી ફરે.
મજૂરોએ કહ્યુ કે, ગામમાં જ રહીને 100 રૂપિયા કમાઇશું પરંતુ ગામ નહી છોડીએ
જોકે મજૂરોની ઘર વાપસીને કેટલાક જવાબદાર વ્યકિતઓએ નાની મામૂલી વાત ગણાવીને છૂટ મૂકી. બંધ ફેક્ટ્રી અને વેપાર ના ચાલતા વેપારીઓએ મજૂરોને ખાવાનું અને રૂપિયા આપવાનું બંધ કરી દીધુ હતુ, સ્થિતિ વધારે ખરાબ થતી જતી હતી. કોઇ 10 દિવસ પગપાળા ચાલીને લખનૌ પહોંચ્યુ તો કોઇ 15 દિવસ સુધી સંઘર્ષ કરીને કાનપુર પહોંચ્યુ.
લુધિયાણમાં લગભગ 800 કિમી પગપાળા ચાલીને એક પરિવાર 15 દિવસ પછી કાનપુર પહોંચ્યો, આ સાથે ખભા પરનો સામાન અને એક બાળક જેના હાથમાં ફ્રેક્ચર હતુ. કાનપુરમાં સમાજસેવકોએ પરિવારને ખાવાનું અને ચંપલ આપ્યા. સોશ્યલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો.
તો બીજી તરફ લગભગ 41 ડિગ્રી તાપમાનમાં નોએડાના ઘણા કારીગરો એક લોડરથી કાનપુર પહોંચ્યા, જેમણે ગરમીની કોઇ ચિંતા ન હતી. રસ્તામા પોલીસે ઘણી વખત ગાડીમાંથી તેમણે ઉતાર્યા અને ચઢાવ્યા. ક્યાંક ખાવાનું મળ્યુ તો ક્યાંક માત્ર પાણીથી સંતોષ માનવો પડ્યો હતો, જોકે તેમનો મુખ્ય હેતુ ઘરે પહોંચવાનો હતો.
આ સિવાય લગભગ 10 દિવસ પહેલા સુરતથી નીકળેલા રમેશને ત્યાં ખાણી-પાણીની મુશ્કેલી આવી રહી હતી. કોઇ પણ રીતે ટ્રક ડ્રાઇવરની સાથે વાત કરી તો તેણે પ્રતિ વ્યકિત 3500 રૂપિયા માંગ્યા. રૂપિયા આપ્યા પછી માત્ર 200 રૂપિયા ખિસ્સામાં હતા અને ટ્રક ડ્રાઇવરે કાનપુરથી 100 કિમી પહેલા ઉતારી દીધા. તેઓ કહે છે કે, 100 રૂપિયા કમાઇશું પરતું ગામમાં જ રહીશું.
લોકો દિલ્હી અને ઝાંસીની તરફથી ટ્રકો, લોડરો તથા બાઇકથી લખનૌ તરફ આવી રહ્યા છે. કાનપુર અને ઉન્નાવ જિલ્લામાં પોલીસ લોકોને રોકી રહી છે. કોઇ રડી રહ્યુ હતુ તો કોઇ ધૂપમાં ગૂમસુમ બેઠુ છે. ગંગાની નજીક જાજમઉ ટીલા પર રહેનારા લોકો કેમ્પ લગાલીને લોકોને પાણીના પાઉચ આપી રહ્યા છે. ત્યાં રહેલી પોલીસના હોમગાર્ડે જણાવ્યુ કે, સવારથી કારીગરો આવી રહ્યા છે, તેમને રોકવા અસંભવ છે. ઉન્નાવ પોલીસે ઘણી ગાડીઓને આવવા જવા દીધી લગભગ 1 કલાક પછી ગંગાઘાટ સ્ટેશનના એસએચઓએ પ્રવેશ રોકી દીધો અને બંને તરફ સુધી કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઇ ગયો.
હરિયાણાના માનસૈરની એક કંપનીમાં કપડા પર ઇસ્ત્રી કરનારા સુબોધ અનુસાર, લૉકડાઉન પછી કંપનીએ કંઇ ના આપ્યુ. કેટલાક દિવસો સુધી ખાવાનું આપ્યુ પરંતુ પેટ ભરાતુ ન હતુ. આ પછી 9 લોકોએ 4 દિવસ પહેલા ઘરે જવાનો નિર્ણય કર્યો. ટ્રકવાળાએ ભાડું લીધુ પરંતુ કાનપુર આવતા પહેલા જ ઉતારીને ભાગી ગયો. હવે ખાવા-પીવાના પણ નસીબ નથી.