બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / પાકિસ્તાનની ધરા પર ભારતના વધુ એક દુશ્મનનો અંત, ISIનો એજન્ટ ઠાર, ભારતમાં કરાવ્યો હતો હુમલો
Last Updated: 09:47 AM, 19 June 2024
Pakistan News : પાકિસ્તાનમાં એક પછી એક ભારતના દુશ્મનોને મારી નાખવામાં આવી રહ્યા છે. આ તરફ વધુ એક મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ ભારતનો વધુ એક દુશ્મનની પાકિસ્તાનની ધરતી પર હતી કરાઇ છે. પાકિસ્તાન આર્મીના રિટાયર્ડ બ્રિગેડિયર અને ISI એજન્ટ આમિર હમઝાની હત્યા કરી દેવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સોમવારે મોડી સાંજે આમિર હમઝાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જો કે તેની હત્યા પાછળ કોનો હાથ છે તે સ્પષ્ટ થયું નથી.
ADVERTISEMENT
આમિર હમઝા ભલે પાકિસ્તાનનો બ્રિગેડિયર રહ્યો હોય પરંતુ તે આતંકવાદીઓનો પિતા હતો અને ભારતનો દુશ્મન હતો. આમિર હમઝા એ જ વ્યક્તિ છે જેણે વર્ષ 2028માં જમ્મુ-કાશ્મીરમાં સુંજવાન આર્મી કેમ્પ પર આતંકી હુમલો કર્યો હતો. તે હુમલામાં આપણા છ જવાનો શહીદ થયા હતા. હમઝા એ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. આમિર હમઝા સુંજવાન આર્મી કેમ્પ હુમલા સાથે જોડાયેલો બીજો વ્યક્તિ છે જેની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. આ પહેલા પણ એક વ્યક્તિનું મોત થયું છે.
વિગતો મુજબ હમઝાની કારમાં તેની પુત્રી અને પત્ની હતી. જ્યારે હમઝા પર ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે તેની પત્ની અને પુત્રી તેની સાથે કારમાં હતા. તેને ઈજાઓ પણ થઈ છે. હમઝાની પત્નીએ પોલીસને જણાવ્યું કે હુમલાખોરોએ કોઈ સામાન લૂંટ્યો નથી. ગયા વર્ષે નવેમ્બરમાં પીઓકેમાં એલઓસી પાસે લશ્કરના કમાન્ડર ખ્વાજા શાહિદ ઉર્ફે મિયા મુજાહિદનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. મિયા મુજાહિદ સુંજવાન આર્મી કેમ્પનો અન્ય મુખ્ય કાવતરાખોર પણ હતો.
ADVERTISEMENT
હમઝાને ઘેરીને મારી નાખવામાં આવ્યો
પાકિસ્તાની પોલીસનું કહેવું છે કે, આ ટાર્ગેટ કિલિંગ છે. આ હુમલો પંજાબના જેલમ જિલ્લામાં થયો હતો. હમઝાની કાર પર મોટરસાઇકલ સવાર ચાર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. પાકિસ્તાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, કાર ઝેલમના લીલા ઇન્ટરચેન્જ પર પહોંચી હતી જ્યારે બે બાઇક પર સવાર ચાર લોકોએ તેને બંને બાજુથી ઘેરી લીધી હતી. જેલમ પોલીસના જણાવ્યા અનુસાર પાછળ બેઠેલા હુમલાખોરોએ તેમના ટાર્ગેટને મારી નાખવાની ખાતરી કરવા માટે અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. અને ત્યારબાદ તેઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પાકિસ્તાની સેનામાંથી નિવૃત્તિ પહેલા તેઓ પાકિસ્તાની ઈમરજન્સી સર્વિસ એકેડમીના ડાયરેક્ટર જનરલ હતા. તેની હત્યાની શંકાની સોય તેના ભાઈ પર પણ લટકાઈ છે. જ્યારે આમિર હમઝા તેની પત્ની અને પુત્રી સાથે કારમાં જઈ રહ્યો હતો. તેની પાછળ તેનો ભાઈ અયુબ બાઇક પર આવી રહ્યો હતો. પોલીસને હવે તેના પર શંકા છે. પાકિસ્તાન પોલીસે કેસ નોંધીને કેસની તપાસ શરૂ કરી છે.
વધુ વાંચો : ઈરાનમાં ભૂકંપથી તબાહી, 4 લોકોના મોત અને 100થી વધુ ઘાયલ, અનેક ઈમારતો ધરાશાયી
પાકિસ્તાનમાં સતત મોતને ભેટી રહ્યા છે ભારતના દુશ્મનો
આ પહેલીવાર નથી જ્યારે ભારતમાં ISIના સમર્થનથી કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં કોઈ પાકિસ્તાની માર્યો ગયો હોય. એપ્રિલની શરૂઆતમાં લાહોરમાં અજ્ઞાત બંદૂકધારીઓ દ્વારા ISIના ચાવીરૂપ અને ભારે હથિયારોથી સજ્જ સુરક્ષા કર્મચારીઓ આમિર સરફરાઝની હત્યા કરવામાં આવી હતી. આટલું જ નહીં ડિસેમ્બરમાં અજાણ્યા લોકોએ કરાચીમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર અદનાન અહેમદ ઉર્ફે અબુ હંઝાલાની પણ ગોળી મારીને હત્યા કરી દીધી હતી અને જેણે ઘાટીમાં સુરક્ષા કાફલા પર અનેક હુમલાનો માસ્ટરમાઈન્ડ બનાવ્યો હતો. એ જ રીતે 2016માં પઠાણકોટ એરબેઝ પર હુમલો કરનાર ફિદાયીન ટુકડીના મુખ્ય સંચાલક જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી શાહિદ લતીફની ઓક્ટોબરમાં સિયાલકોટની એક મસ્જિદમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Israel-Iran Conflict / ઈરાન-ઈઝરાયલ જંગ વચ્ચે ભારતીયો માટે એડ્વાઇઝરી જાહેર, નોટ કરી લેજો આ હેલ્પલાઇન નંબર
PM Modi Canada Visit / PM મોદી કેનેડા પ્રવાસે, G7 સમિટમાં થશે સામેલ, વિવિધ મુદ્દાઓ પર છેડાશે ચર્ચા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT