બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં રિટાયર્ડ IPS ઓફિસરની પત્ની સાથે આચરાઇ લાખોની છેતરપિંડી, મામલો જમીન સાથે જોતરાયેલો

ચૂનો લગાવી ફરાર / અમદાવાદમાં રિટાયર્ડ IPS ઓફિસરની પત્ની સાથે આચરાઇ લાખોની છેતરપિંડી, મામલો જમીન સાથે જોતરાયેલો

Last Updated: 02:22 PM, 21 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમીન વેચાઇ જશે તે પહેલા લઇ લઇએ અને દલાલને પૈસા આપવાના છે તેમ કહી ડ્રાઇવર ભાવિક પંચાલે મીનલબા પાસેથી પહેલા પાંચ લાખ ટોકન અને પછી 13 લાખ ચેક દ્વારા લીધા હતા.

અમદાવાદમાં રિટાયર્ડ IPS ઓફિસરની પત્ની સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે.. શીલજમાં 18 લાખ રૂપિયાની જમીન વેચવાની છે.. તેમ કહી જમીન ખરીદવા માટે ડ્રાઇવરે રિટાયર્ડ IPS મયંક ચાવડાની પત્ની મિનલબાને ભરમાવ્યા હતા,

જ્યારે રિટાયર્ડ IPS ઓફિસરની પત્ની મિનલબાએ તેને પૂછ્યું કે જમીનના માલિક કોણ છે ત્યારે તેણે કેતુલ ઠાકોરનું નામ આપ્યું હતું અને કેતુલ અને ભાવિક બન્ને મિનલબાને લઇને જમીન જોવા માટે ગયા હતા. જમીન જોઇને મીનલબાએ જમીન ખરીદવાની હા પાડી હતી. જમીન વેચાઇ જશે તે પહેલા લઇ લઇએ અને દલાલને પૈસા આપવાના છે તેમ કહી ડ્રાઇવર ભાવિક પંચાલે મીનલબા પાસેથી પહેલા પાંચ લાખ ટોકન અને પછી 13 લાખ ચેક દ્વારા લીધા હતા.

આ પણ વાંચોઃ સુરતમાં બેફામ ટ્રકચાલકે પોલીસવાન સહિત 4 વાહનોને લીધા અડફેટે, એકનું મોત, બે ઇજાગ્રસ્ત

પરંતુ બાદમાં જ્યારે જમીન બાબતે પૂછવામાં આવ્યું ત્યારે ભાવિક ગોળ-ગોળ જવાબ આપતો હતો. દરમ્યાન હવે તેનો ફોન સ્વીચઓફ આવી રહ્યો છે.. આ બાબતે જ્યારે મીનલબાએ કેતુલ ઠાકરોનો સંપર્ક કર્યો ત્યારે કેતુલે કહ્યું કે જમીન જોવા સાથે આવ્યા તે પછી તેને ભાવિક સાથે કોઇ સંપર્ક નથી થયો. આ મામલે મીનલબા દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઇ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cheating Retired IPS Officer Wife Land Purchase
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ