કેરળ દુર્ઘટના / IAFથી રિટાયર્ડ થયેલા વિંગ કમાન્ડર દીપક સાઠે હતા ફ્લાઈટના પાયલટ, આ એવોર્ડથી થયા હતા સન્માનિત

retired iaf wing commander captain deepak sathe lost life kozhikode air india plane crash

વર્ષ 2020 જેટલું ખરાબ હોઈ શકે તેટલું થઈ રહ્યું છે. કોરોનાની મહામારી બાદ ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે શ્રેય હોસ્પિટલની દુર્ઘટના અને શુક્રવારે દુબઈથી કેરળ આવી રહેલી ફ્લાઈટ લેન્ડિંગ સમયે ક્રેશ થઈ. જ્યારે ફ્લાઈટનું ક્રેશ લેન્ડિંગ થયું ત્યારે ફ્લાઈટમાં 189 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ હતા. અત્યાર સુધી 18 લોકોના મોતના સમાચાર મળ્યા છે. ફ્લાઈટના પાયલટ કેપ્ટન દીપક સાઠેનું પણ મોત નીપજ્યું છે. તેમના પરિવાર અને સાથી મિત્રોને વિશ્વાસ આવી રહ્યો નથી કે તેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. કેપ્ટન દીપક સાઠે ઈન્ડિયન એરફોર્સ (IAF)થી રિટાયર્ડ થયા હતા અને તેમની ગણતરી કાબેલ પાયલટ્સમાં થતી હતી. તેઓ ‘સ્વૉર્ડ ઑફ ઑનર’થી સન્માનિત થઈ ચૂક્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ