retail inflation rate in india foodgrains milk clothes meat alcohol price today
મોંઘવારી /
10 વર્ષ પહેલા જે વસ્તુ 100 રૂપિયામાં આવતી, તેના આજે કેટલા રૂપિયા આપવા પડે છે ! જોઈ લો આ આંકડાઓ
Team VTV03:04 PM, 24 May 22
| Updated: 03:08 PM, 24 May 22
મોંઘવારીનો માર વેઠી રહેલી જનતા હાલ જીવન જરૂરિયાતની મોટા ભાગની વસ્તુઓના ઉંચા દામ આપીને વસ્તુઓ ખરીદવા માટે મજબૂર બન્યા છે. તો આવો જાણીએ અગાઉના સમયમાં અને હાલના સમયમાં મોંઘવારીમાં કેટલો ફરક પડ્યો છે.
મોંઘવારીનો માર વેઠી રહી છે પ્રજા
એક વર્ષમાં મોંઘવારીમાં જબરદસ્ત વધારો
જોઈ લો અગાઉ અને હાલની સ્થિતિ
મોંઘવારી એક એવી ડાકણ છે, જે માણસોની ખુશીઓને ખાય જાય છે. ભારત જેવા દેશોમાં મોંઘવારી વધવી એટલા માટે ચિંતાનો વિષય છે, કારણ કે, હાલમાં પણ અહીં એક માણસની મહિનાની કમાણી લગભગ લગભગ 12 હજારની આસપાસ જ છે. સરકાર ખુદ માને છે કે, 80 કરોડથી વધારે લોકો ગરીબ છે. એટલા માટે તો તેમને મફત રાશન આપવામા આવે છે.
કોરોનાએ પહેલાથી જ લોકોની કમર તોડી નાખી છે અને ત્યાર બાદ મોંઘવારીએ હાલત વધારે ખરાબ થઈ છે. હાલમાં જ સરકારે મોંઘવારી દરને લઈને જે આંકડા જાહેર કર્યા છે, તે જણાવે છે કે, દેશમાં મોંઘવારી દર 8 ટકાની આસપાસ પહોંચી ગયો છે.
સરકારના જણાવ્યા અનુસાર, એપ્રિલમાં કંઝ્યૂમર પ્રાઈસ ઈંડેક્સ પર આધારિત છુટક મોંઘવારી દર 7.79 ટકા રહ્યો. મોંઘવારીનો આ દર 8 વર્ષના સર્વોચ્ચ સ્તર પર છે. આ અગાઉ મે 2014માં મોંઘવારી દર 8.33 ટકા રહ્યો હતો.
મોંઘવારી દરનો અર્થ એ છે કે, કોઈ સામાન અથવા સેવાનું સમયની સાથે કિંમત વધવી. તેને આપણે કોઈ મહિનો અથવા વર્ષના હિસાબે માપીએ છીએ. મતલબ કોઈ વર્ષ ભર પહેલા 100 રૂપિયા મળતી હતી, તે હવે 105 રૂપિયામાં મળી રહી છએ. આ હિસાબે તેમનો વાર્ષિક મોંઘવારી દર 5 ટકા રહ્યો ગણાય.
મોંઘવારી દર વધવાનો સૌથી મોટુ નુકસાન એ હોય છે કે, તેને સમયની સાથે મુદ્રાનું મહત્વ ઓછુ થઈ જાય છે, એટલે કે, આજના આપણી પાસે રહેલા 105 રૂપિયા, એક વર્ષ પહેલાના 100 રૂપિયા બરાબર ગણાય છે.
2012માં જે વસ્તુ 100 રૂપિયામાં આવતી હતી, તે હવે કેટલામાં આવે છે ?
મોંઘવારી દરનું આકલન હાલમાં પણ 2012ની બેસ પ્રાઈસથી કરવામાં આવે છએ. તેનાથી અનુમાન લગાવી શકાય છે કે, 2012ના 100 રૂપિયા તમે જે વસ્તુ ખરીદતા હતા, આજે એજ વસ્તુ ખરીદવા આપને કેટલો ખર્ચ કરવો પડે.
2012માં જો આપ 100 રૂપિયામાં કોઈ વસ્તુ ખરીદતા હતા, તો આજે તે વસ્તુ ખરીદવા માટે આપે 170.1 રૂપિયો ખર્ચ કરવો પડે છે. એક વર્ષ પહેલા સુધી આપને 157.8 રૂપિયા ખર્ચ કરવા પડતા હતા. એટલે કે, એક વર્ષમાં જ તે વસ્તુની કિંમતમાં આપે 12.3 રૂપિયા વધારે આપવા પડે છે. કારણ કે, એક વર્ષ પહેલા તે વસ્તુ ખરીદવા માટે આપે 157.8 રૂપિયાની જગ્યાએ હવે 170.1 રૂપિયા આપવો પડે છે, એટલે વાર્ષિક મોંઘવારી દર 7.79 ટકા થઈ ગયો.