બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 05:52 PM, 2 February 2023
ADVERTISEMENT
LIC ઈન્ડિયા એક વખત ફરી પોતાના ગ્રાહકો માટે એક ખાસ ઓફર લઈને આવ્યું છે. એલઆઈસીએ બંધ થઈ ચુકેલી પોલિસીને ફરી શરૂ કરવા માટે સુવિધા આપી છે. આ પ્લાન હેઠળ તમે પોતાની પોલિસી ફરી શરૂ કરી શકો છો. તેના પર લોકોને 30%ની વધારે છૂટ પણ મળી રહી છે. હાલમાં જ કંપનીએ સ્પેશિયલ રિવાઈવલ કેમ્પેઈન શરૂ કર્યું છે.
#LIC #SpecialRevivalCampaign pic.twitter.com/aXOxJhR7gP
— LIC India Forever (@LICIndiaForever) February 1, 2023
ADVERTISEMENT
આ રીતે કરી શકો છો પોલિસી રિવાઈવ
આમ તો પોલિસી હોલ્ડર્સ માટે અલગ અલગ પ્લાન માટે અલગ અલગ પ્રીમિયમ એમાઉન્ટ હોય છે. જેની ચુકવણી કસ્ટમરને પ્લાનના એકોર્ડિંગ કરવી પડે છે. પરંતુ ક્યારેય પણ ડેડલાઈનની અંદર પેમેન્ટ ન કરવા પર પોલિસી લેપ્સ થઈ જાય છે.
એવામાં પોલિસી હોલ્ડર ઈન્ટરેસ્ટની સાથે પ્રીમિયમ ભરીને પોલિસીને રિવાઈવ કરી શકે છે. પોતાના ગ્રાહકો માટે LICએ 2023 માટે લેપ્સડ પોલિસી રિવાઈવલ સ્કીમનું એલાન કર્યું છે.
રિવાઈવલ માટે આપવી પડશે લેટ ફીસ
LIC લેપ્સ પોલિસી રિવાઈવલ સ્કીમ એટલે કે પોતાના પ્લાનને ફરી શરૂ કરવા માટે બીમાધારકોને લેટ ફીસ પર 30% સુધીની છૂટ આપી રહી છે. છૂટના ટકા પોલિસીના પ્રકાર અને કસ્ટમરના LIC પ્રીમિયર એમાઉન્ટ પર ડિપેન્ડ કરે છે. આ યોજનાને જાન્યુઆરી 2021માં શરૂ કરવામાં આવી હતી.
હાલમાં જ LICએ એક ટ્વીટમાં બંધ પડેલી પોલિસીને રિવાઈવ કરવા માટે ખાસ ઓફર આપી છે. LICએ કહ્યું કે, "તમારી બંધ પડેલી LIC પોલિસીને લેટ ફી આપીને ફરી શરૂ કરી શકાય છે. LIC એવી પોલિસી હોલ્ડર્સને આ મોકો આપી રહ્યું છે કે જેમની પોલિસી પ્રીમિયમન ભરવા કારણે બંધ થઈ ગઈ હતી. LICએ તેના માટે ડેટ લાઈન 1 ફેબ્રુઆરી 2023થી 24 માર્ચ 2023ની વચ્ચે આપી છે."
કેટલી આપવી પડશે લેટ ફીસ?
LIC કુલ પ્રીમિયમ 1 લાખ સુધી 25 ટકાની છૂટ આપી રહી છે. જેમાંથી તમને 2500 સુધીની છૂટ મળશે. જ્યારે 100001 રૂપિયાથી 300000 રૂપિયા સુધીના પ્રીમિયમ પર 25 ટકાની છૂટ આપવામાં આવી રહી છે. LIC 3 લાખથી વધારેના પ્રીમિયમ પર 30 ટકા સુધીની છૂટની સાથે 3500 રૂપિયા સુધીની છૂટ આપી રહ્યા છે.
આ પોલિસીને નહીં મળે ફાયદો
LICની રિવાઈવલ કેમ્પેનનો ફાયદો હાઈ રિસ્ક પ્લાન જેવી કે ટર્મ ઈન્શ્યોરન્સ, હેલ્થ ઈન્શ્યોરન્સ, મલ્ટીપલ રિસ્ક પોલિસીઝને નથી મળતા. એવી પોલિસી જે પ્રીમિયમ ચુકવણી વાળા ટર્મમાં લેપ્સ થઈ ચુકી છે અને રિવાઈવલ ડેટ સુધી જેટલો ટર્મ પુરો નથી થયો તેને આ કેમ્પેનમાં શામેલ કરવામાં આવી છે.
બંધ પડેલી પોલિસીને આ રીતે કરો એક્ટિવેટ
LICની આ સ્પેશિયલ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે પોલિસી હોલ્ડર પોતાના એજન્ટ પાસે કોન્ટેક્ટ કરી શકે છે. પોલિસી હોલ્ડર LICની ઓફિશ્યલ વેબસાઈથી રિવાઈવલ ફોર્મ ડાઉનલોડ કરી શકે છે. લેટ ફીસ અને પ્રીમિયમની બાકી રકમ ફોર્મને ભરીને LICના ઓફિસમાં જમા કરવાની રહેશે. ત્યાર બાદ તમારી પોલિસી ફરી શરૂ થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.