બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Restrictions were ordered regarding the examination of junior clerks
Malay
Last Updated: 10:02 AM, 27 January 2023
ADVERTISEMENT
રાજ્યમાં આગામી 29 ફેબ્રુઆરીએ ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા યોજનાર છે. આ પરીક્ષા આગામી રવિવારે સવારના 11.00 વાગ્યાથી બપોરના 12.00 વાગ્યા સુધી યોજાનાર છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરકાર દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પ્રતિબંધિત હુકમો ફરમાવવામાં આવ્યા
પરીક્ષાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રના સ્થળોએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત હુકમો ફરમાવવામાં આવ્યા છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિથી લેવાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરકાર એલર્ટ થઈ ગઈ છે. આ માટે સરકાર દ્વારા કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે.
ચાર કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ
જે મુજબ પરીક્ષાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તેમજ કોઈ ડિસ્ટર્બન્સ ન થાય તે માટે પરીક્ષાના કેન્દ્રોના વિસ્તારમાં ચાર કે તેથી વધુ લોકોના એકત્ર થવા અથવા ભેગા થવા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સાથે સરઘસ અથવા રેલી કાઢવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના ઉપયોગ પર પ્રતિબંધ
આ પરીક્ષા કેન્દ્રોની આસપાસ 200 મીટર સુધીની ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીન કે અન્ય કોપીયર મશીન ચાલું રાખવા નહીં. સાથે જ કોઈપણ પરીક્ષાર્થી પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન, કેલ્યુલેટર, સ્માર્ટ વોચ-ટેબલેટ-સ્માર્ટ પેન કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જઈ શકશે નહીં.
હુકમનું ઉલ્લંઘન કરનાર સામે કરાશે કાર્યવાહી
સાથે જ પરીક્ષાર્થીઓને ન ખલેલ પહોંચે તે રીતે માઇક, મ્યુઝીક, લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. મહત્વનું છે કે, આ અગાઉ પરીક્ષાના પેપરો ફૂટ્યા હોવાથી સરકાર દ્વારા આ નિર્ણયો લેવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રમાં નિમાયેલ અધિકૃત સ્ટાફ તથા પરીક્ષાર્થીઓ સિવાય અન્ય અનઅધિકૃત વ્યક્તિ માટે પ્રવેશ પ્રતિબંધ રહેશે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.