વાયબ્રંટના પોસ્ટર મુદ્દે રેશ્મા પટેલને ઋત્વિજ પટેલે આપ્યો જવાબ

By : vishal 09:20 PM, 17 January 2019 | Updated : 09:20 PM, 17 January 2019
છેલ્લા કેટલાય સમયથી ભાજપના નેતા રેશમા પટેલ ભાજપ પર આક્ષેપો કરી રહ્યા છે ત્યારે આ મુદ્દે ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે પ્રતિક્રિયા આપી હતી. ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, જાહેરમાં નિવેદન કરવાથી કઈ નહી થાય. તેમણે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી જોઈએ. 

અત્રે ઉલ્લેખનીય પાટીદાર આંદોલનથી ભાજપમાં જોડાયેલ રેશ્મા પટેલે છેલ્લા કેટલાય સમયથી પક્ષ સામે બાયો ચડાવી છે. રેશ્મા પટેલ ભાજપ પર પ્રહાર કરવાનો એક પણ મોકો ચુકતા નથી. ત્યારે રેશ્મા પટેલ દ્વારા ભાજપ પર વધુ એક નિશાન સાધવામાં આવ્યું હતું. 
રેશ્મા પટેલે વાયબ્રંટ ગુજરાતના પોસ્ટરને લઇને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે પોસ્ટરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ફોટો ન હોવાથી સવાલો ઉઠાવ્યા હતા. રેશ્માએ આક્ષેપ કર્યો છે કે, નીતિન પટેલને હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યા છે. 

વધુમાં રેશ્મા પટેલે કહ્યું કે, જો મોટા હોદ્દાવાળાને હાંસિયામાં ધકેલી દેવામાં આવે તો કાર્યકરોનું શું થાય? કારણ કે, ભાજપમાં  જે લોકો કહ્યું કરે એ લોકોને જ સ્થાન આપવામાં આવે છે. ભાજપનો કાર્યકર્તાઓ હેરાન થઇ રહ્યા છે. કાર્યકરોના કામ થતા નથી.Recent Story

Popular Story