Resident doctors on strike again in the state with these demand
હડતાળ /
ઓમિક્રોનની દહેશત વચ્ચે રેસિડેન્ટ તબીબોએ સરકારની ચિંતા વધારી, આ માંગ ન સ્વીકારાતા ઉતર્યા હડતાળ પર
Team VTV10:25 AM, 07 Dec 21
| Updated: 10:31 AM, 07 Dec 21
ગુજરાતમાં ફરી રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે, PGમાં પ્રવેશ સહિત વિવિધ મુદ્દાઓ પર માગ ન સ્વીકારાતા તબીબો હડતાળ પર ઉતર્યા છે
રાજ્યમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ
PGમાં પ્રવેશ મુદ્દે માગ ન સ્વીકારતા હડતાળ
તબીબો OPDમાં આજે નહીં જોડાય
રાજ્યમાં ફરી રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે, PGમાં પ્રવેશ મુદ્દે માંગ નહીં સ્વીકારતા તબીબોની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. મહત્વનું છે કે ગત અઠવાડિયે પણ તબીબો એક દિવસની હડતાળ પર ઉતર્યા હતા ત્યારે ફરી રેસિડેન્ટ તબીબો OPDમાં આજે નહીં જોડાવવાનો નિર્ણય કર્યો છે, પરતું હડતાળ દરમિયાન ઇમરજન્સી સેવા ચાલું રહેશે તેવું તબીબો જણાવી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે અનેકવાર રાજ્ય સરકારને રજૂઆત કરી હોવા છતા તબીબોના પ્રશ્નોનું નિરાકણ લાવવામાં આવતું નથી, તેમજ એડહોક તબીબોની સેવા પણ સળંગ કરવાની માંગનો પણ સ્વીકાર કરવામાં આવ્યો નથી. ત્યારે હવે રેસિડન્ટ તબીબોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને તેઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.
એડહોક તબીબોની સેવા સળંગ કરવાની માગ
તબીબોની માંગ છે કે 12 વર્ષથી રોકાયેલી બઢતી તાત્કાલિક આપવામાં આવે તેમજ રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 ખાલી પોસ્ટ ભરવામાં આવે આ સાથે જ તબીબો એ પણ કહી રહ્યા છે કે નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ, પગારની મહત્તમ મર્યાદા સહિતનો ઠરાવ ફરી લાગુ કરાય જેથી તબીબોને કંઈક અંશે ફાયદો થયા. હડતાળમાં જોડાયેલા તબીબોએ ચીમકી ઉચ્ચારી છે કે 22 નવેમ્બરે રદ કરાયેલો ઠરાવ ફરી લાગુ આવે તેમજ તબીબોની કોન્ટ્રાક ભરતી બંધ કરી કાયમી ભરતી કરવામાં આવે સાથે જ થોડા સમય પહેલાં સરકારે આપેલી બાહેંધરીઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે.
22 નવેમ્બરે રદ કરાયેલો ઠરાવ ફરી લાગુ કરવાની માગ
સુરતમાં સરકારી તબીબોએ અગાઉ પણ રેલીકાઢી હતી તબીબોએ કહ્યું કે વિવિધ માંગોનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં હડતાળ કરવામાં આવશે. સરકારી તબીબો દ્વારા છેલ્લા કેટલાક સમયથી 7માં પગારપંચ અને અન્ય પડતર માંગોને લઇ વિરોધ કરી રહ્યા છે . એટલું જ નહીં એડહોક તબીબોની સેવા સળંગ કરવાની માંગ પણ કરવામાં આવી છે. તબીબોનું કહેવું છે કે 12 વર્ષથી રોકાયેલી બઢતી તાત્કાલિક આપવામાં આવે તેમજ રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે છે. આમ દર્શાવેલા મુદ્દા પ્રમાણે સરકાર માંગ નહીં સંતોષે તો તબીબોએ આંદોલન અને હડતાળની ચીમકી ઉચ્ચારી છે.