બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / reserve bank opposes interest waiver in moratorium period affidavit Supreme Court

RBI / મોરેટોરિયમ મામલે સુપ્રીમે કહ્યું અમે નિર્ણય ન લઈ શકીએ, બેંકોએ કહયું વ્યાજ માફ નહીં કરી શકીએ

Bhushita

Last Updated: 12:20 PM, 4 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBIએ મોરેટોરિયમ પીરિયડમાં વ્યાજ માફીની માગને ખોટી ગણાવી છે. RBIએ સુપ્રીમ કોર્ટમાં સૌગંદનામું રજૂ કરી કહ્યું કે તેનાથી બેંકોને 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. લોકોને 6 મહિનાના EMI અત્યારે ન આપી બાદમાં આપવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ આ સમય દરમિયાન વ્યાજ પણ ન લેવામાં આવે તો બેંકોને 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે.

  • 6 મહિના વ્યાજ માફીની માંગ
  • RBI આ માંગને ગણાવી ખોટી

  • વ્યાજ માફ કરી શકાય નહીં: RBI

સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં લોકડાઉન દરમિયાન લોનના વ્યાજમાં છૂટ આપવા માગ કરવામાં આવી હતી. જેના પર સુપ્રીમ કોર્ટે RBIનો જવાબ માગ્યો હતો. RBIએ કોરોના સંકટમાં લોકો અને કોર્પોરેટ જગતને પરેશાનીથી બચાવવા માટે લોનના EMI માટે મોરેટોરિયમની સુવિધા આપી છે. 

બેંકોને થશે 2 કરોડ રૂપિયાનું નુકસાન

સુપ્રીમ કોર્ટમાં આરબીઆઈએ એફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું કે 6 મહિનાના મુદત ગાળા દરમિયાન વ્યાજ માફ કરવાની માંગ ખોટી છે. RBIએ કહ્યું કે લોકોને હમણાં 6 મહિનાની EMI નહીં આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે, પરંતુ જો આ સમયગાળા માટે વ્યાજ લેવામાં નહીં આવે તો બેંકોને 2 લાખ કરોડનું નુકસાન થશે.

શું છે કેસ?

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં એક જનહિત યાચિકા જાહેર કરવામાં આવી જેનાથી લૉકડાઉનના સમયે લોનની ઈએમઆઈના વ્યાજમાં છૂટ મળવી જોઈએ. તેની પર સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક પાસે જવાબ માંગ્યો તેની પર શુક્રવારે સુનાવણી કરાશે. 

શું કહ્યું હતું રિઝર્વ બેંકે?

રિઝર્વ બેંકે કહ્યું કે આ સમય દરમિયાન જો કોઈ તેની લોનના હપ્તા ભરપાઇ કરી શકશે નહીં તો બેંકો તેમના પર દબાણ કરશે નહીં અને આવા લોકોને ડિફોલ્ટર કેટેગરી હેઠળ રાખવામાં આવશે નહીં. આ વિરામ પર દંડ પણ થશે નહીં અને તેમની ક્રેડિટ રેટિંગ ખરાબ નહીં થાય, પરંતુ લોકોને આ માફીના સમયગાળાનું સંપૂર્ણ વ્યાજ ચૂકવવું પડશે.

વ્યાજ માફી ભારે પડશે?

  • રિઝર્વ બેંકે વ્યાજ માફીની માંગને ગણાવી ખોટી.
  • 6 મહિના વ્યાજ માફીની માંગને ગણાવી ખોટી.
  • RBIએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું.
  • 6 મહિનાના EMI હાલ ન ભરવા આપી છે છૂટ.
  • આ સમયમાં વ્યાજ પણ ન લેવાથી થશે નુકસાન.
  • બેંકોને 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે.
  • સુપ્રીમ કોર્ટમાં થઇ હતી એક જાહેરહિતની અરજી.
  • લોકડાઉનમાં વ્યાજમાં છૂટ આપવાની કરાઇ હતી માગ.
  • શુક્રવારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી.

સંકળાયેલા મુદ્દાઓ

RBI Supreme Court interest moratorium period reserve bank waiver નુકસાન બેંક મોરેટોરિયમ વ્યાજ સુપ્રીમ કોર્ટ Business News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ