બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:41 AM, 6 December 2024
RBI Gold Buying: વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)એ ગુરુવારે (5 ડિસેમ્બર) જણાવ્યું હતું કે, ઓક્ટોબરમાં વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ 60 ટન સોનું ખરીદ્યું હતું, જેમાં ભારતીય રિઝર્વ બેંક 27 ટન સોનું ખરીદીને મોખરે રહી હતી.
ADVERTISEMENT
IMFના રિપોર્ટ મુજબ ભારતે આટલી ખરીદી કરી
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના માસિક રિપોર્ટના આધારે આ WGC ડેટા અનુસાર, ભારતે ઓક્ટોબર મહિનામાં તેના સોનાના ભંડારમાં 27 ટનનો વધારો કર્યો છે, જે આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં તેની કુલ સોનાની ખરીદીને 77 ટન પર લઈ ગયો છે.
ADVERTISEMENT
ગયા વર્ષની સરખામણીમાં 5 ગણો વધારો
WGCએ જણાવ્યું હતું કે, RBI દ્વારા આ સોનાની ખરીદી ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 5 ગણો વધારો દર્શાવે છે. ડેટા દર્શાવે છે કે આ ખરીદી સાથે, ભારતનો કુલ સોનાનો ભંડાર હવે 882 ટન છે, જેમાંથી 510 ટન ભારતમાં હાજર છે.
વધુ વાંચો : રોકાણકારોને ફરી કમાણીની તક, વિશાલ મેગા માર્ટનો આવશે 80000000000 રૂપિયાનો
WGC એ મહત્વની માહિતી આપી હતી
આ ઉપરાંત WGCએ વધુમાં જણાવ્યું હતું કે, ઊભરતાં બજારોની મધ્યસ્થ બેંકોએ સોનાની ખરીદીના મામલે તેમનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. તુર્કીએ અને પોલેન્ડે જાન્યુઆરી-ઓક્ટોબર 2024 દરમિયાન તેમના સોનાના ભંડારમાં અનુક્રમે 72 ટન અને 69 ટનનો વધારો કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ ત્રણ દેશોની કેન્દ્રીય બેંકોએ આ વર્ષે સોનાની કુલ વૈશ્વિક ચોખ્ખી ખરીદીમાંથી 60 ટકા ખરીદી કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.