બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Researchers studied patients' brain wave activity during CPR

સંશોધન / મોતને તાળી આપી પાછા ફરેલા દર્દીઓની આપવીતી, જણાવ્યું મૃત્યુનો અનુભવ કેવો હતો

Dinesh

Last Updated: 10:25 PM, 8 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંશોધકોએ CPR દરમિયાન દર્દીઓની મગજની તરંગોની પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો, મૃત્યુને તાળી આપી પરત ફરેલા 95 ટકા લોકોએ કહ્યું કે, તે અનુભવે અમને સકારાત્મક રીતે બદલી દીધા છે.

  • સીપીઆરથી બચી ગયેલા લોકોએ મૃત્યુનો અનુભવ કર્યો
  • CPR દરમિયાન દર્દીઓની મગજની તરંગોનો કરાયો અભ્યાસ 
  • લોકોએ અનુભવોને યાદ કર્યા  95 ટકાએ આનંદ અનુભવ્યો 


મૃત્યુ એક દિવસ નિશ્ચિત છે પરંતુ દેરક વ્યક્તિ જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર સમજે છે. એવા ઘણા લોકો છે જે મૃત્યુને તાલી આપી પાછા આવ્યા છે. તાજેતરમાં, વૈજ્ઞાનિકોએ આવા કેટલાક લોકો પર સંશોધન કર્યું છે. સંશોધનમાં આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે. આ લોકોનું કહેવું છે કે તેમના માટે મૃત્યુનો અનુભવ એટલો ખરાબ નહોતો જેટલો લોકો વિચારે અને જણાવે છે. કાર્ડિયાક અરેસ્ટ પછી જે લોકોને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) આપવામાં આવ્યા હતા તેમની લોકોએ એક ઇન્ટરવ્યુમાં સંસોધનકર્તાઓને જણાવા મળ્યું હતું કે, 5માંથી 1 વ્યક્તિને મૃત્યુનો સ્પષ્ટ અનુભવ થાય છે. 

સંશોધનમાં ચોંકવનારા માહિતી બહાર આવી
આ સંશોધનમાં 567 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ એવા લોકો હતા જે હોસ્પિટલમાં દાખલ હતા અને જેમના હૃદયની ધડકન બંધ થઈ ગઈ હતી અને તેમનો જીવ બચાવવા માટે ડૉક્ટરોએ તેમને ઈમરજન્સી પ્રોસિજર કરી હતી. આમાં 10 ટકાથી ઓછા લોકો સાજા થયા છે, જેઓ બચી ગયા તેઓને લાગ્યું કે તેઓ તેમના શરીરથી અલગ થઈ ગયા છે અને પીડા નથી અને તે ઘટનાથી અલગતા થીજ નિહાળી રહ્યાં છે. કેટલાક દર્દીઓએ કહ્યું કે જ્યારે તેઓ બેભાન હતા. ત્યારે તેઓ તેમના સમગ્ર જીવનનું મુલ્યાકન કરી રહ્યાં હતા.

મગજની ગતિવિધિઓ ઝડપી થઈ ગઈ
આ લોકો પર ભરોષો કરવાના બદલે સંશોધકોએ CPR દરમિયાન દર્દીઓની મગજની તરંગોની પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો હતો. તેઓ ડેલ્ટા, થીટા, આલ્ફા અને બીટા તરંગો જેવી પ્રવૃત્તિના સ્પાઇક્સ રીતે જાવા મળી છે જે સામાન્ય રીતે સભાન અવસ્થા દરમિયાન જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે, CPR પછીના એક કલાક સુધી જ્યારે દર્દી જીવનના કોઈ ચિહ્નો બતાવતો ન હતો ત્યારે આ તરંગોની પ્રવૃત્તિ ખૂબ જ ઝડપી જોવા મળતી હતી. 

 

કેટલીક વાતો લોકોને યાદ હતી
AWARE II ક્લિનિકલ ટ્રાયલના ભાગ રૂપે ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. પ્રથમ AWARE સંશોધન 2014માં હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લેખકોએ 101 CPR બચી ગયેલા લોકોની મુલાકાત લીધી હતી. આ લોકોમાંથી 46 ટકા લોકોએ કહ્યું કે તેઓને અનુભવ યાદ છે. જે દર્દીઓની યાદોમાં સાત વસ્તુઓ ખાસ હતી, જેમાં પ્રકાશ, દેજા વુ અનુભવવું, જીવનની ઘટનાઓને યાદ કરવી અને પરિવારના સભ્યોને જોવાનો સમાવેશ થાય છે. કેટલાકે કહ્યું કે તેઓએ પ્રાણીઓ અથવા છોડ પણ જોયા છે, જ્યારે અન્ય લોકોએ જીવનના અંતમાં ભય, હિંસાનો પણ અનુભવ કર્યો છે. 

મૃત્યુના અનુભવે લોકોને બદલી નાખ્યા
2019 માં, સંશોધકોએ ઇન્ટરવ્યુના બીજા રાઉન્ડના પરિણામો રજૂ કર્યા. આ લોકોના અનુભવોને કાર્ડિયાક અરેસ્ટ સર્વાઈવર સાથે સરખાવતા જાણવા મળ્યું કે જે લોકો તેમના અનુભવોને યાદ કરે છે,  તેઓમાંથી 95 ટકાએ આનંદ અને શાંતિનો અનુભવ કર્યો, 86 ટકા લોકોએ પ્રકાશ જોયો અને 54 ટકાએ તેમના જીવનમાં નોંધપાત્ર ઘટનાઓ જોઈ. મૃત્યુને તાલી આપી આવેલા 95 ટકા લોકોએ કહ્યું કે, તે અનુભવે સકારાત્મક રીતે બદલી છે.

સંકળાયેલા મુદ્દાઓ

CPR Heart attack researchers અનુભવ સંશોધન Research
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ