બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / USB ટાઈપ સી હેક થઈ શકે એ આઈફોન કેમ ન હોય! સિક્યોરિટી રિસર્ચરનો મોટો ખુલાસો
Last Updated: 03:05 PM, 14 January 2025
જોવા જઈએ તો, iPhoneની પ્રાઇવસી અને સિક્યોરિટી ટોપ ક્વોલિટીની હોય છે. પરંતુ એક સિક્યોરિટી રિસર્ચર્સનો દાવો છે કે, iPhoneમાં USB Type C કન્ટ્રોલરને હવે હેક પણ કરી શકાશે. તેમનું કહેવું છે કે, iPhoneમાં USB Type Cમાં આપેલ એપલ સિક્યોરિટીને બાયપાસ કરી શકાય. સિક્યોરિટી રિસર્ચર્સ થોમસ રોથ હાર્ડવેર સિક્યોરિટી પર રિવર્સ એન્જિનિયરિંગ પર વિડિયો બનાવે છે.
ADVERTISEMENT
થોમસે તેના ડેમોન્સ્ટ્રેશનના ACE3 કન્ટ્રોલર થકી તે ડિવાઇસને હેકેબલ બતાવ્યું છે. થોમસે એપલના ACE3 USB Type C કન્ટ્રોલરનું રિવર્સ એન્જિનિયરિંગ કર્યું અને દર્શાવ્યું કે, આ ડિવાઇસને હેક કરી શકાય છે. થોમસે iPhoneમાં આપેલ ACE3 કન્ટ્રોલરને ઇન્ટરનલ ફર્મવેર અને કમ્યુનિકેશન પ્રોટોકોલની વીકનેસ અંગે બતાવ્યું છે. તેનું કહેવું છે કે, iPhoneમાં USB Type C કન્ટ્રોલરને રીપ્રોગ્રામિંગ અનઓથોરાઈઝ્ડ એક્શન થકી પરફૉર્મ કારઇ શકાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો: પાર્કિંગમાં કારની નીચે અરીસાથી કેમ જુએ છે સિક્યોરીટી ગાર્ડ? કારણ તમે માનો એવું નથી!
હાર્ડવેર રિવર્સ એન્જિનિયરિંગને જો સરળ રીતે સમજવા જઈએ તો, આ એક પ્રોસેસ છે. જેમાં ડીઝાઇન અને આર્કિટેક્ચરને સમજવા માટે તેને અલગ-અલગ રીતે ડિસમેન્ટલ કરવું પડે છે. આનાથી ખબર પડે છે કે, તે કઈ રીતે કામ કરે છે. વાત કરીએ કન્ટ્રોલરની તો, iPhone 15 અને બીજા નવા iPhoneમાં આ કન્ટ્રોલરનો ઉપયોગ ડેટા ટ્રાન્સફર કરવા અને ચાર્જિંગ માટે કરવામાં આવે છે. આ કંપનીની એક પ્રોપરાઇટી ચિપ છે, જે ફક્ત એપલ ડિવાઇસમાં જ જોવા મળે છે. આ જ ACE3 કન્ટ્રોલરમાં સિક્યોરિટી રિસર્ચર્સે ખામી કાઢી હતી.
સાયબર સિક્યોરિટી ન્યૂઝ અનુસાર, સાયબર ગુનેગારો આ iPhoneમાં આપવામાં આવેલા ACE3 USB Type C કંટ્રોલરની ખામીનો ફાયદો ઉઠાવીને iPhoneને હેક કરી શકે છે. ડેટા ટ્રાન્સફર દરમિયાન, હેકર્સ આઇફોનમાંથી સેન્સિટિવ જાણકારી ચોરી શકે છે અને સિક્યોરિટી પ્રોટોકોલને બાયપાસ કરી શકે છે તેમજ ફોનમાં કમાંડ ઈન્જેક્ટ કરી શકે છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.