અભિપ્રાય / કેન્દ્ર સરકારે ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ શરૂ કરી છે પણ તેનાથી દેશવાસીઓ કેટલા ફિટ બનશે તે જોવું રહ્યું

Research reveals Indians are most lazy, second-most sleep-deprived

સારું સ્વાસ્થ્ય એ વ્યક્તિનાં જીવનની સૌથી મોટી મૂડી છે. એવું પણ કહેવામાં આવે છે કે પહેલું સુખ એ જાતે નર્યા. આજના ભાગદોડભર્યા અને સ્પર્ધાત્મક જીવનમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવું એક પડકારજનક કાર્ય છે. એવા ઘણા લોકો છે જે સ્વાસ્થ્ય પ્રત્યે યોગ્ય ધ્યાન ન આપવાના કારણે નાની ઉંમરે જ જાતજાતની બીમારીઓનો ભોગ બને છે. કેટલાક તો પોતાનો જીવ પણ ગુમાવે છે. સ્વસ્થ નાગરિકો કોઈપણ દેશના વિકાસ માટે અનિવાર્ય છે. આજે પ્રદૂષણ વધી રહ્યું છે, ખાદ્યચીજોમાં ભેળસેળ વધી છે. જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરના અતિરેકથી ખોરાક અનાજ, ફળ, શાકભાજી આરોગ્ય માટે જોખમી બન્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ