બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શિયાળામાં વજનદાર ધાબળો ઓઢીને ઊંઘજો! મીઠી નિંદર આવે તેવો રિસર્ચમાં દાવો
Last Updated: 03:37 PM, 13 December 2024
નિષ્ણાતો પણ કહે છે કે, સારી જીવનશૈલી રાખવી હોય તો પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. પૂરતી ઊંઘ લેવાથી શારીરિક અને માનસિક થાક દૂર થાય છે. તો ચાલો જાણીએ પૂરતી ઊંઘ લેવા માટે શું કરવું જોઈએ.
ADVERTISEMENT
રિસર્ચમાં કરાયો દાવો
ADVERTISEMENT
શિયાળામાં લોકોને ઊંઘની સમસ્યા થાય છે. ઓસ્ટ્રેલિયાની ફ્લિન્ડર્સ યુનિવર્સિટીમાં આ વિષય પર રિસર્ચ કરતાં જાણવા મળ્યું કે, હળવા ધાબળા ઊંઘમાં ખલેલ પહોંચાડે છે અને ઊંઘ પૂરી થતી નથી. ઊંઘ પૂરી ન થતાં લોકોનો સ્વભાવ ચીડિયો બની જાય છે. જ્યારે ભારે ધાબળાની નીચે જે લોકો સુવે છે, તેઓને ઊંઘ સારી આવે છે. સારી ઊંઘને કારણે મૂળ તાજગીભર્યું રહે છે અને થાક શરીરનો થાક પણ ઉતરી જાય છે.
વધુ વાંચો કબજિયાતની કંકાસ મટી! આ બે વસ્તુ શરીરની ગંદકીને આરામથી બહાર કાઢી નાખશે
હેવી બ્લેન્કેટની અસર
ભારે ધાબળા શરીર પર દબાણ લાવે છે, જેને આપણે પ્રેશર થેરાપી કહી શકીએ છીએ. આમાં, મગજમાં સેરોટોનિન અને મેલાટોનિનનું સ્તર વધે છે, જે ઊંઘ પ્રેરિત કરતા હોર્મોન્સ છે. આના થકી શરીર શાંત રહે છે અને તણાવમુક્ત ઊંઘ આવે છે.
શું કરવું ઊંઘ સુધારવા?
1- નિયમિત કસરત કરવી.
2- વધુ પડતાં કપડાં પહેરીને ન ઊંઘવું.
3- રાત્રે ભારે ખોરાક ન લેવો. જમ્યા પછી થોડી વાર વોક કરો, તરત ઊંઘ ન લો.
4- બેડરૂમમાં નાઈટ બલ્બ લગાવો.
5-બેડ હંમેશા સ્વચ્છ હોવો જોઈએ.
જો તમે તણાવને કારણે ઊંઘી શકતા નથી, તો સૂતા પહેલા થોડી મિનિટ માટે શ્વાસ લેવાનો યોગ કરો. આ પછી પણ જો તમને ઊંઘમાં તકલીફ થઈ રહી હોય તો તમે નજીકના ડોક્ટર સાથે વાત કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT