મુંબઇકરોની નવી મુશ્કેલીઓઃ વરસાદનું પાણી ઉતર્યું તો નિકળવા લાગ્યા સાપ

By : hiren joshi 04:27 PM, 12 July 2018 | Updated : 04:27 PM, 12 July 2018
મુંબઇઃ છેલ્લા કેટલાક દિવસોથી સતત મુશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. પાણી રોડ રસ્તા અને ઘરોમાં ઘુસી ગયા છે. ત્યારે રેલ્વે સેવાઓને પણ અસર પહોંચી છે.

મળતી માહિતી અનુસાર, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઇને સાપોનો ખતરો ઉભો થયો છે. મુંબઇમાં વસઇના કેટલાક સ્થાનિક નિવાસીઓનું કહેવું છે કે, પાણીમાં સાપ ફરતા નજરે આવી રહ્યા છે.
  શરૂ થયું રેસ્ક્યૂ ઓપરેશન
વરસાદ બાદ એનડીઆરએફે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે. પાલઘર ડિસ્ટ્રીક્ટ કલેક્ટર પ્રશાંત નરનાવરેએ જણાવ્યું કે, એનડીઆરએફ કંપની વસઇ પહોંચી છે. જો જરૂર પડશે તો વધુ રેસ્ક્યૂ ટીમ પણ વસઇ પહોંચી જશે.Recent Story

Popular Story