બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Rescue Indians trapped in Ukraine's Sumi, PM Modi calls Russian President Putin

વોર / ભારત માટે આટલું કરો, PM મોદીએ કહ્યું, પુતિને તરત હા પાડી, જાણો બન્ને વચ્ચે ફરી વાર શું થઈ ચર્ચા

Hiralal

Last Updated: 03:54 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ રશિયાના પ્રેસિડન્ટ પુતિન સાથે ફોન પર કરી વાત, યુક્રેનના સુમીમાંથી ભારતીયોને સલામત બહાર કાઢવાના મામલે કરી ચર્ચા.

  • PM મોદીએ રશિયાના પ્રેસિડન્ટ પુતિન સાથે ફોન પર કરી વાત
  • યુક્રેનના સુમીમાંથી ભારતીયોને સલામત બહાર કાઢવાના મામલે કરી ચર્ચા 
  • યુક્રેનના શહેર સુમીમાં મોટી સંખ્યામાં ભારતીયો ફસાયેલા છે

યુક્રેનના સુમી શહેરમાં હજુ પણ સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે તેમને સહીસલામત બહાર કાઢવા મોટો પડકાર છે.આ સ્થિતિને ધ્યાનમાં લઈને પ્રધાનમંત્રી મોદીએ રશિયન પ્રેસિડન્ટ પુતિન સાથે 45 મિનિટ સુધી ફોન પર વાત કરી હતી. પુતિન સાથેની વાતચીતમાં પીએમ મોદીએ સુમીમાં ફસાયેલા ભારતીયોના બચાવ પર ખાસ ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ પુતિનને કહ્યું હતું સુમીમાંથી ભારતીયોને બહાર કાઢવામાં રશિયા ભારતની મદદ કરે. 

ઝેલેન્સ્કી સાથે ડાયરેક્ટ વાત કરો-મોદીની પુતિનને અપીલ 

પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે સીધી વાતચીત કરવાનો આગ્રહ કર્યો છે. પીએમ મોદીએ તેમને કહ્યું હતું કે યુદ્ધ ખતમ કરવા માટે ઝેલેન્સ્કી સાથે સીધી મંત્રણા કરવામાં આવે. 

સુમીમાંથી ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરીશું-પુતિને મોદીને આપી ખાતરી
રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનના સુમી શહેરમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં તેમના સહયોગની ખાતરી આપી છે.

રશિયાના યુદ્ધવિરામ બદલ પુતિનની પ્રશંસા 

વડાપ્રધાન  મોદીએ રશિયાના યુદ્ધવિરામની જાહેરાત બદલ રાષ્ટ્રપતિ પુતિનની પ્રશંસા કરી હતી.પુતિન સાથેની વાતચીત પહેલા પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાત કરી હતી. સરકારના ટોચના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રુસો-યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વિસ્તારથી વાત કરી છે. બંને રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે ફોન પર વાતચીત લગભગ 11.30 મિનિટ સુધી ચાલી હતી.

પીએમ મોદીએ ઝેલેન્સ્કી સાથે પણ કરી વાત 
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુક્રેનમાં ઉભી થયેલી યુદ્ધની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને તેના વિવિધ પરિમાણોને ધ્યાનમાં લીધા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી સીધી વાતચીતની પ્રશંસા કરી હતી અને યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં યુક્રેનની સરકાર દ્વારા આપવામાં આવેલી મદદ માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આભાર માન્યો હતો. વડાપ્રધાન મોદીએ સુમીમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે યુક્રેનની સરકાર પાસે સમર્થન માગ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

President Putin Ukraine Russia Crisis Ukraine Russia news Volodymyr Zelenskyy પ્રેસિડન્ટ પુતિન યુક્રેન રશિયા કટોકટી Russia ukraine crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ