ગૌતમ અદાણીની કંપનીએ સોમવારે એવો ખુલાસો કર્યો છે કે તેના ત્રણ વિદેશી ફંડના એકાઉન્ટ જપ્તીની મીડિયામાં આવેલી ખબરો ખોટી અને ગેરમાર્ગે દોરનારી છે.
3 વિદેશી ફંડના શેર જપ્તીની ખબર પર અદાણીની કંપનીનો ખુલાસો
શેર જપ્તીની ખબરો ખોટી અને ગેરમાર્ગે દોરનારી-અદાણીની કંપની
કંપની અને રોકાણકારોને ગેરમાર્ગે દોરવા જાણીજોઈને આ ખબર ફેલાવાઈ-કંપની
મીડિયામાં એવી ખબર આવી હતી કે અદાણીના ત્રણ વિદેશી ફંડના એકાઉન્ટ જપ્ત કરીને 43,500 કરોડના શેર કબજે કરી લેવાયા છે. પરંતુ હવે કંપનીએ સત્તાવાર રીતે નિવેદન આપીને આ ખબરોને ખોટી ગણાવી દીધી છે.
કંપનીએ પુરાવા તરીકે રજિસ્ટારનો ઈમેઈલ રજૂ કર્યો
અદાણી એન્ટરપ્રાઈસ લિમિટેડે એક નિવેદન બહાર પાડતા જણાવ્યું કે પુરાવા તરીકે અમારી પાસે 14 જુનના રજિસ્ટાર એન્ડ ટ્રાન્સફર એજન્ટનો ઈમેઈલ છે. કંપનીએ કહ્યુ કે આ ઈમેઈલમાં સ્પસ્ટપણે જણાવાયું છે કે ઉપરોક્ત ફંડના શેર જપ્ત કરાયા નથી. મીડિયામાં જાણીજોઈને આવી ખોટી ખબરો ફેલાવાઈ છે.
મીડિયામાં આવેલી શેર જપ્તીની ખબરો સંપૂર્ણપણે ભૂલભરેલી-કંપની
કંપનીએ એક્સચેન્જમાં એક નિવેદન આપતા જણાવ્યું કે અમને એ ઉલ્લેખ કરતા ખેદ થાય છે કે મીડિયામાં આવેલી આ ખબરો સંપૂર્ણપણે ભૂલભરેલી છે અને રોકાણકારોને ગેરમાર્ગે દોરવા માટે જાણીજોઈને ફેલાવાઈ હોવાનું લાગી રહ્યું છે. આવી ખબરોને કારણે રોકાણકારોના આર્થિક હિતોને મોટું નુકશાન પહોંચ્યું છે અને સરવાળે કંપનીની છાપ પણ ખરડાઈ છે.
કંપની અને રોકાણકારોના હિતને નુકશાન પહોંચાડવા જાણીજોઈને ખબર ફેલાવાઈ-કંપનીએ કહ્યું
કંપનીએ આગળ કહ્યું કે અમે અહીં જનહિત અને રોકાણકારોના હિતમાં આ ખુલાસો રજૂ કરી રહ્યાં છીએ. કંપનીએ પાસે રજિસ્ટાર જનરલનો ઈમેઈલ છે અને તેમાં વિદેશી ફંડના શેર જપ્તિમાં લેવાયા હોય તેવી કોઈ વાત નથી. આવી ખોટી ખબર જાણી જોઈને ફેલાવાઈ છે.
શું છે વિવાદ
મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું હતું કે NSDL દ્વારા Albula ઈન્વેસ્ટમેન્ટ ફંડ, Cresta ફંડ અને APMS ઈનવેસ્ટમેન્ટ ફંડના અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે.નેશન સિક્યૂરીટીઝ ડિપાર્ટમેન્ટ લિમિટેડે 3 વિદેશી ફંડોના અકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ફંડોએ અદાણી ગ્રુપની કંપનીમાં 43, 500 કરોડનું રોકાણ કર્યુ છે. જેના કારણે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો નોંધાયો છે. NSDLએ Albula ઈન્વેસ્ટમેન્ટ ફંડ, Cresta ફંડ અને APMS ઈનવેસ્ટમેન્ટ ફંડના અકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. ડિપોઝિટરીની વેબસાઈટ અનુસાર આ અકાઉન્ટ 31 મે અથવા તેની પહેલા જ ફ્રિજ કરી દેવાયા છે.
આ 3 ફંડ મોરીશસના છે
અત્યાર સુધી આ અંગે અદાણી ગુપ તરફથી કોઈ નિવેદન આપ્યું નથી. આ 3 ફંડ મોરીશસના છે અને સેબીમાં તેમને વિદેશી પોર્ટફોલિયો રોકાણના રુપમાં રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે. ત્રણેયનો સંયુક્ત રુપે અદાણી એન્ટરપ્રાઈઝિસસમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકાનું રોકાણ છે.