શોધ / એક વખત કોરોનાને હરાવ્યા બાદ ફરી વખત નથી રહેતો સંક્રમણનો ખતરોઃ રિપોર્ટ

report says antibodies can prevent people from second time coronavirus

કોરોના વાયરસના સંક્રમણને લઈને એક નવો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે જે લોકોના શરીરે આ સંક્રમણની વિરુદ્ધમાં એન્ટીબોડી બનાવી લીધા છે તેમને ફરી વખત કોરોના સંક્રમણનો ખતરો રહેતો નથી. રિપોર્ટમાં કહેવાયું છે કે અમેરિકાના સિએટલથી એક માછલી પકડવા જહાજ નીકળ્યું હતું. તેમાં એવા 3 લોકો હતા. આ રિપોર્ટ તેમના નીકળતા પહેલાં અને નીકળ્યા બાદ લેવાયેલા એન્ટીબોડીની સાથે આરટી-પીસીઆર ટેસ્ટના આધારે તૈયાર કરાયો છે. સમુદ્રમાં 18 દિવસ સમયે જહાજમાં 122 સભ્યોમાંથી 104 એક જ સોર્સથી કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ